જામનગરમાં ફાયર સર્વિસ-ડે ની ઉજવણી: ૬૬ જવાનોને પરંપરાગત શ્રદ્ધાંજલિ

  • April 15, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહાનગરપાલિકા પાલિકા સંકુલ પાછળ આવેલ ફાયર બ્રિગેડનાં મુખ્યાલયે  ફાયર સર્વિસ - ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જામનગર મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર શ્રી ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઇ જાની અને ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ સહિતનાં અધિકારીઓ અને ફાયરનાં જવાનો કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૪ માં ૧૪ એપ્રિલે મુંબઇ બંદર પર લાગેલી આગ બુઝાવામાં ફાયર બ્રિગેડનાં ૬૬ જવાનો શહીદ થયા હતાં જેની સ્મૃતિમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. જામનગરમાં પણ અધિકારીઓ અને ફાયરનાં જવાનોએ કર્તવ્યનિષ્ઠામાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News