શિયાળુ પાક શરૂ થતાં જ ખાતરમાં તંગી: હેમંત ખવા

  • November 09, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોની વેદના સમજી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ: રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતા ખાતરની અછત


જામનગર-દેવભૂમિ દ્વારકા સહિત હાલાર અને ગુજરાતભરના મોટા ભાગના શહેરોમાં હાલ ખાતરની અછત વતર્ઈિ રહી છે. ખાતરની અછતના કારણે ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. હાલ શિયાળુ પાકના વાવેતરના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. આ આવા ખરા ટાણે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો કોઈ પાર નથી. છતાં પણ સરકાર સબ-સલામતીના દાવા કરી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના સક્રિય ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ ખેડૂતોની વેદના સમજી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.


જામનગર, સૌરાષ્ટ્ર કચ્છ જ નહિ પરંતુ વડોદરા પાટણ સહીત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં હાલ ખેડૂતો રાસાયણિક ખાતર માટે દર-દર ભટકી રહ્યા છે. શિયાળુ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતો દ્વારા ખેતરો વાવેતર માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ખાતરની તંગી જોવા મળી રહી છે.


ખાસ વાત એ છે કે શુષ્ક પ્રદેશ તરીકેની છાપ ધરાવતા જામનગર જિલ્લામાં જીરૂની ખેતી મોખરે છે. હવે જીરૂના પાકની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વાવેતર સમયે ખેડુતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતાં ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. અથવા તો જથ્થો ક્યારે આવશે...? તે મામલે પણ કોઈ ફોડ પાડવામાં આવતો નથી. આથી હવે વાવેતર પાછલ ઠેલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સિઝન લેટ ના થાય માટે ખેડૂતોને જરૂરિયાત હોવા છતાં ખાતર નહિ મળતા ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે.


ખેડૂતોના હિત અને તેની આવક બમણી કરવાની ડાહી ડાહી વાતો કરતી સરકાર અને સબંધિત વિભાગમાં વડાઓ આ અંગે સત્વરે ખેડૂતોના હિતમાં સ્થાનિક વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તે દિશામાં વ્યવસ્થા કરવા અમારી માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application