સાસુ તથા સાળાને ત્રણ- ત્રણ વર્ષની સજાનો હુકમ
જામનગર માં સસરાના ઘેર આવેલા જમાઈ યુવાન ની સાડા ત્રણ વર્ષ પહેલા હત્યા નીપજાવવા માં આવી હતી. આ અંગે ના કેસ માં સસરા ને આજીવન કેદ ની સજા તથા મૃતક જમાઈ ના સાસુ અને સાળા ને મદદગારી સબબ ત્રણ ત્રણ વર્ષ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે.
જામજોધપુર તાલુકા ના લલીત રામજીભાઈ સોંદરવા નામના યુવાનના લગ્ન જામનગર ના સિદ્ધાર્થનગરમાં રહેતા પાલાભાઈ અરજણભાઈ કટારીયા ની પુત્રી સાથે વર્ષ ૨૦૨૧ પહેલાં થયા હતા. તે પછી તેણી ને પતિ લલીત ત્રાસ આપતો હતો.
તે પછી જામનગર સસરાને ત્યાં આવતો લલીત પોતા ના સાળા ની પત્ની ઉપર પણ નિર્લજ્જ હુમલો કરતો હતો. ત્યારે સસરા પાલાભાઈ જોઈ ગયા હતા. અને તેમ ન કરવા સસરા એ જમાઈ ને સમજાવટ કરી હતી પરંતુ લલીત નું વર્તન સુધર્યું ન હતું. તે દરમિયાન ગઈ તા.૧૭ માર્ચ ૨૦૨૧ ની રાત્રે જુના રેલવે સ્ટેશન થી આગળ આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારમાં એક કૂવા માંથી અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેને પોલીસે કબજે કરી શરૂ કરેલી તપાસમાં આ મૃતદેહ લલીત રામજીભાઈ સોંદરવા નો હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસ માં તા.૧૬ ના દિને જામનગર માં સસરા પાલાભાઈ ના ઘેર આવેલા જમાઈ લલીત લાપત્તા હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે પાલાભાઈ તેમજ તેના પુત્ર બિપીન ઉર્ફે વિપુલ અને પત્ની જયાબેન ની પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે, તા.૧૬ ની રાત્રે નશો કરીને સસરા ના ઘેર ખાટલા માં સૂતેલા લલીત ને સસરા પાલા એ ઓઢણી થી ગળાફાંસો આપી હત્યા નિપજાવ્યાં પછી પુત્ર બિપીન તથા પત્ની જયાબેનને બોલાવ્યા હતા. આ વ્યક્તિએ એક રિક્ષામાં મૃતદેહ મૂકી ફોરેસ્ટ કોલોની પાછળ અવાવરૂ કૂવામાં મૃતદેહને ફેકી તેના પર પેટ્રોલવાળી ઓઢણી નાખી દીવાસળી ચાંપી દીધાનું કબૂલ્યું હતું. પોલીસે મૃતકના ભાઈ સંજય ની ફરિયાદ પર થી સાસુ, સસરા, સાળા સામે ગુન્હો નોંધ્યો હતો.
આ અંગે ના કેસ અદાલત મા ચાલી જતા સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીઓએ આ યુવાનને પતાવી દઈ મૃતદેહનો નિકાલ કરી તેના પર પેટ્રોલ વાળી ઓઢણી નાખી ઉપરથી કચરો છાંટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તેથી આરોપીઓને સખત સજા ફરમાવવી જોઈએ. જેથી અદાલતે આરોપી સસરા પાલાભાઈ કટારીયા ને હત્યાના ગુના મા આજીવન કેદ તથા રૂ.૧૦ હજાર નો દંડ, તથા મદદગારી કરનાર સાસુ અને સાળા ને ત્રણ-ત્રણ વર્ષ ની કેદ અને રૂ.૫-૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ કેસ માં સરકાર તરફે પબ્લિક પ્રોસીક્યુટર પિયુષ પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech