હાલારમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ: હેમંત ખવા

  • October 23, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મગફળી, કપાસનો તૈયાર પાક ધોવાઇ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો: રાજ્ય સરકાર સર્વેના નાટકોમાં પડી છે


જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર ઉપરાંત દેવભૂમિ દ્વારકા પંથકમાં હાલ ત્રાટકી રહેલા ભારે વરસાદના લીધે ખેડૂતોની શબ્દોમાં ના વણૈવી શકાય તેવી કફોડી હાલત થઈ છે. થોડા સમય પહેલા ભારે વરસાદના લીધે કપાસ, તુંવેર, તેમજ અન્ય કઠોળ ના પાકો નાશ પામ્યા હતા હજુ તો તેની સહાય આવી પણ નથી ત્યાં પડ્યા માથે પાટું સમાન પાછતરા ભારે વરસાદના લીધૈ મગફળી અને કપાસ સહિતના ચોમાસુ પાક તૈયાર હતા અને ખેડૂતો ના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો. પરિણામે ખેતી પર નિર્ભર ખેડૂતો પોતાના પરિવારજનોનું આખા વષે દરમિયાન કઈ રીતે ગુજરાન કરશે તે માત્ર વિચાર જ ડરામણા દ્રશ્ય ઊભા કરી દે છે. છતાં પણ સરકાર માત્ર સર્વના નાટકો કરી સંવેદના લૂંટી રહી છે.


આથી જામજોધપુર લાલપુરના યુવા ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને બ મળી લેખિત રજૂઆત કરી છે. જમાં ખેડૂતોની પીડા સમજી સર્વેના ડીડવાણા નહી પરંતુ વહેલામાં વહેલી તકે ખાસ સહાય પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. અન્યથા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.


ધારાસભ્ય હેમંતભાઈએ રજૂઆતમાં જણાવ્યું કે કહેવાતી ગતિશીલ ગુજરાતની સરકારમાં જ્યારે ઓગસ્ટ મહિનામાં ખાબકેલા વરસાદે ખેદાન મેદાન કરી નાખ્યું હતું. મોટા પાયે વિનાશ વેર્યો હતો છતાં પણ સરકાર દ્વારા સવે કરી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા ખેડૂતો એવા છે જને સહાયના નામે હજુ સુધી એક ફદીયુ’ય મળ્યું નથી. આ અથંતંત્ર જેના પર ચાલે છે તેવા ખેડૂતોએ ખરેખર પાક અને પશુધન ગુમાવ્યા હોવા છતાં સરકારે સહાય ચકવવામાં કચાશ રાખી જે ખૂબ જ દુ:ખદ બાબત છે.


અત્યારે ખેડૂતો મગફળી અને સોયાબીનના પાકોની લણણી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી પડી રહેલ ભારે વરસાદના લીધે ખેડૂતોની આખા વર્ષેની મહેનત પર પાણી ફરી વળ્યા છે. ચાર માસ સુધી મહેનત, મજુરી, ખાતર, પાણી નો ઉપયોગ કરી ને ખેડૂતોએ જીવની જેમ પાકને તૈયાર કયર્િ હતો. પરંતુ અંતની ઘડીએ વેરી બનેલો વરસાદ બધુય તાણી જતા ખેડૂતોની હાલત હદય હચમચાવી નાખે તેવી થઈ છે. આવા કપરા કાળમાં જગતનો તાત સરકાર પાસે રાહતનો ખોળો પાથરી રહ્યો છે અને સરકારે પણ જગતના તાતની પડખે ઊભા રહેવાનો સમય છે. કાયમી ઉધોગકારોની સાથે ઉભી રહેતી સરકારે ખેડૂતોના ગુજરાતમાં પાક વીમા બંધ કરી દીધા છે. જે પ્રધાનમંત્રી ગુજરાતમાં મુખ્યમંત્રી રહીને ગયા અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરી તે હાલ તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં લાગુ નથી થતી.


ગત વર્ષે પણ આવેલ કુદરતી આપદામાં બીપરજોય વાવાઝોડું અને અતિવૃષ્ટિ બાદ પણ સમગ્ર જામનગર જીલ્લાને માત્ર 1 કરોડ 18 લાખની નજીવી સહાય ચુકવવામાં આવેલ હતી તેમાં પણ બીપરજોય વાવાઝોડા બાદ જામનગર જીલ્લામાં પાક નુકશાની માટે 126 ખેડૂતોને માત્ર 19 લાખ 65 હજાર ની સહાય ચુકવવામાં આવી હતી. આમ જાહેરાતો માત્ર કાગળ પુરતી અને ભ્રામક જ ના રહે અને તમામ ખેડૂતોને નુકસાની સામે યોગ્ય વળતર ચૂકવવા નક્કર કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.


તેમજ જો આ નુકસાની નું યોગ્ય સર્વ કરાવી સંપૂણ વળતર ચૂકવામાં નહિ આવે તો ના છૂટકે વિસ્તારના તમામ ખેડતોને સાથે રાખી અમારે ખેડૂતોના હક માટે આંદોલન કરવા ફરજ પડશે. આથી ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી તેઓને સંપૂર્ણ વળતર વહેલી તકે ચુકવવાની કામગીરી કરવા માટે અંતમાં ધારાસભ્ય હેમંતભાઈએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application