જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા ખેડૂતોને લક્ષી જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. ઘણા એવા ખેડૂતો બાકી રહી ગયા છે. જેમની ટેકાના ભાવે મગફળીની ખરીદી અમુક કારણોસર થઇ નથી. તો તેના માટે સરકાર દ્વારા ફરી એક વખત ૧૦ દિવસ માટે કેન્દ્ર શરૂ કરી મગફળીની ખરીદી કરવા માંગ કરાઇ છે.
જામનગર જિલ્લામાં ઘણા બધા ખેડૂતો એવા છે, કે જેમણે ટેકામાં કાયદેસરની પ્રક્રિયા દ્વારા વી,સી,એ મારફત રજીસ્ટ્રેશન કરાવેલ હતું, પણ અમુક ને ટેકનિકલ ખામીના કારણે મેસેજ મોડા મળેલ હોઈ અમુક ખેડૂતોના ગામના ગ્રુપના પી.ડી.એફ.માં નામ ના હોવાના કારણે તેમજ નેટવર્ક કનેક્ટિવિટી અને મોબાઈલમાં કમ્પલીટ મેસેજનો વાંચન સમયસર ન થવાના કારણથી તેમજ શરૂઆતના સમયમાં ખરીદી સમયે મગફળી તૈયાર ન થય હોવાથી જેમનો વારો જતો રહ્યો હોઈ તેવા ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનું ટેકામાં રજીસ્ટ્રેશન હોવા છતાં માલ પહોંચેલ નથી, મગફળી ટેકાનો સમયગાળો પૂરો થયા પછી જે ખેડૂતો બાકી રહી ગયેલ છે અને રજીસ્ટ્રેશન કરાવેલ છે તેવા ખેડૂતોની મગફળી લેવા માટે અલગથી વધુ ૧૦ દિવસ કેન્દ્રો વધારે ચલાવીને પ્રકારના ખેડૂતોની મગફળી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે એવી અરજ સાથે માંગણી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application