બાલાચડી સૈનિક શાળા ખાતે આઉટગોઇંગ ક્લાસ-૧૨નાં કેડેટ્સને અપાઈ વિદાય

  • March 23, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્લાસ-૧૨ના કેડેટ્સોને આચાર્ય દ્વારા સ્મૃત્તિચિન્હ અર્પણ કરાયા

હાલ માં આઉટગોઇંગ ધોરણ ૧૨ ના કેડેટ્સને વિદાય આપવા માટે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કોક હાઉસ - પ્રતાપ હાઉસ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે કરવામાં આવી હતી.  આઉટગોઇંગ ધોરણ ૧૨ ને સમર્પિત ભાષણ, ગીતો અને કવિતા પ્રદર્શનની શ્રેણી યોજવામાં આવી હતી જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
 આઉટગોઇંગ ધોરણ ૧૨ નાં કેડેટ્સે તેમના શાળાના અનુભવો ભાવનાત્મક રૂપથી વર્ણવ્યા.  આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ કેડેટ્સને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યા હતા.  સભાને સંબોધતા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ સમય તમારા માટે વધુ મહેનત કરવાનો છે.  તેમણે સોનમ પોસ્ટ વાર્તા દ્વારા ઓફિસર લાઈક ક્વોલિટીઝ (ઓએલક્યુંસ) સમજાવ્યું જેણે તમામ કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા.
 આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, ઓફિસર અને સ્ટાફે આઉટગોઇંગ કેડેટ્સને તેમના ભાવિને ઉજ્જ્વળ બનાવવાના પ્રયાસો માટે શુભેચ્છા સહ આશિર્વાદ પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application