ગામના કુલ ૫,૨૫૫ વિજ ગ્રાહકોએ ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીના નાણાં ભરાયાં
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ૦૯ ગામ તેમજ ધ્રોલ તાલુકાના ૦૧ ગામ સહિતના કુલ ૧૦ ગામના વીજ ગ્રાહકોએ પોતાના ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીના વીજબિલના બાકીના નાણાં ભરપાઈ કરી દઈ અનુકરણીય પગલું ભર્યું છે, જેને લઈને વિજતંત્રએ દસેય ગામમાં વસવાટ કરતા વીજ ગ્રાહકોનો આભાર માન્યો છે.
તેમજ આ ભાવનાથી પ્રેરાઈને અન્ય ગામના લોકો પણ સમયસર વીજબીલ ની રકમ ભરપાઇ કરી આપે તેવી તંત્ર આશા સેવી રહ્યું છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતા જોડીયા પેટા વિભાગની કચેરી ના તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતા આણદાગામ, જસાપર, બાદનપર, ભાદરા, લીંબુડા, લખતર, વાઘા, રણજીતપર, અને માનપર તેમજ ધ્રોલ તાલુકા નું મજોઠ ગામ કે જે તમામ ૧૦ ગામના કુલ ૫,૨૫૫ જેટલા વીજ ગ્રાહકોએ માર્ચ -૨૦૨૪ સુધીની વીજબિલ ની બાકી રોકાતી રકમ સંપૂર્ણ પણે ભરપાઈ કરી દેવામાં આવી છે.
દસેય ગામમાં વસવાટ કરતા ગ્રામજનોએ એવો નિર્ધાર કર્યો છે, કે પોતાની નૈતિક ફરજ સમજીને રાષ્ટ્રહિતમાં વીજબિલ ની સંપૂર્ણ રકમ ભરપાઇ કરી દેવી જોઈએ.
જેથી આ અનુકારણીય પગલાને લઈને પી.જી.વી.સી.એલ. ના અધિક્ષક ઇજનેર દ્વારા પૂરતા પ્રમાણમાં સાથ સહકાર આપવા બદલ તમામ વીજ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ દશેય ગ્રામજનોની ભાવનાથી પ્રેરાઈને જામનગર જિલ્લાના અન્ય ગામોમાં પણ પોતાના વીજ બિલની રકમ સમયસર ભરપાઈ કરી દેવામાં આવે, તેવી વિજતંત્ર દ્વારા આશા રાખવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech