જામનગર શહેર અને દ્વારકા-ઓખા પંથકમાં વિજ તંત્ર દ્વારા સતત બીજા દીવસે વ્યાપક દરોડા: 31 વિજ ચેકીંગ ટુકડી દ્વારા 69 વિજ જોડાણમાંથી વધુ રૂપિયા 80.75 લાખની વીજ ચોરી પકડી લેવાઇ
જામનગર શહેર ખંભાળિયા તેમજ સલાયા પંથકમાંથી ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 36 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 86 વિજ જોડાણમાંથી રૂપિયા 52.05 લાખ વીજ ચોરી પકડી લેવાયા બાદ આજે શુક્રવારે જામનગર શહેરના કેટલાક વિસ્તાર અને દ્વારકા-ઓખા પંથક માંથી વધુ 38.15 લાખની વિજ ચોરી ઝડપી લેતાં બે દિવસમાં જ વીજ ચોરીનો કુલ આંક 80 લાખને પાર પહોંચ્યો છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે સતત બીજા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તાર અમન સોસાયટી, મહાપ્રભુજીની બેઠક,માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ઓખા મંડળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું, કુલ 31 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 13 નિવૃત આર્મી મેન અને 13 લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતાં. સમગ્ર દિવસ દરમિયાન કુલ 404 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતાં જે પૈકી 69 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે અને તેઓને ા.38.70 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર બે દિવસ દરમિયાન 80 લાખથી પણ વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech