સવારે ઇદની નમાઝ અદા કરીને એકબીજાને મુબારકબાદી પાઠવી: જામનગર જીલ્લા જેલમાં ઇદની ઉજવણી
જામનગર સહિત હાલારમાં આજે રમઝાન ઇદની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે, આજે સવારે જામનગર સહિતના વિસ્તારોમાં ઇદગાહ ખાતે વિશેષ નમાઝ મુસ્લીમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી અને એકબીજાને ભેટીને મુબારકબાદી પાઠવી હતી.
જામનગરમાં આજે ગુવારે ઇદ-ઉલ-ફિત્રના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, પવિત્ર રમઝાન માસના 30 દિવસ સુધી રોઝા બાદ મુસ્લીમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે, સવારે ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી એ પછી સૌએ એકબીજાને ઇદની મુબારકબાદી આપી હતી.
પવિત્ર રમઝાન માસમાં ઇદના દિને લોકો સેવૈયા, સીર ખુરમાની વાનગી ખવડાવીને એકબીજાનું મો મીઠું કરાવે છે, ગઇકાલે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી, લોકોએ રમઝાન ઇદના પવિત્ર પર્વને લઇને નવા વસ્ત્રો ધારણ કરી, વિશેષ નમાઝ અદા કરી અને ભાવતા ભોજનો બનાવીને આ પર્વની હર્ષભેર ઉજવણીમાં જોડાયા હતા.
આ ઉપરાંત જામનગર શહેર સહિત જીલ્લામાં ગુરૂવાર ના રોજ ઇદ-ઉલ-ફિત્ર નાપવિત્ર પર્વની ભાઇચારા સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જીલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઇઓ દ્વારા ઈદ-ઉલ-ફીત્રની નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ નમાઝ અદા કયર્િ બાદ કેદી ભાઇઓ એકબીજાને ગળે મળીને ઈદ ની શુભેચ્છા પણ પાઠવી હતી. આ પ્રસંગે જામનગર જીલ્લા જેલના અધિક્ષક મનુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆદુના રસમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી વધશે રોગપ્રતિકારક શક્તિ, અનેક રોગો થશે દૂર
November 19, 2024 05:00 PMઇતિહાસના પેપરમાં 1857ની ક્રાંતિ પર પ્રકાશ પડવાનું કહેતા વિદ્યાર્થીએ કરી નાખ્યું કંઈક આવું
November 19, 2024 04:59 PMઅહીં છે એવો રીવાજ કે દુલ્હનને લગ્નના 30 દિવસ પહેલાથી શરુ કરવી પડે છે રડવાની પ્રેકટીસ
November 19, 2024 04:56 PMઆ દેશમાં જાડી દુલ્હનને માનવામાં આવે છે શ્રેષ્ઠ
November 19, 2024 04:54 PMસુગર, કોલેસ્ટ્રોલ જેવી આ બીમારીઓનો ઈલાજ છે આ એક પાનનો ઉકાળો, શિયાળામાં પીવાથી મળશે અઢળક ફાયદા
November 19, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech