જાપાનમાં ફરી ધરતી ધ્રુજી: 6.9ની તીવ્રતાનો ભૂકંપ

  • January 13, 2025 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનમાં ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી છે. આજે રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના આંચકા ક્યુશુ ટાપુ પર ખાસ કરીને અનુભવાયા હતા. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જો કે, હાલમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.


આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જાપાનમાં ભૂકંપ સામાન્ય ઘટના છે, પરંતુ તાજેતરમાં તેની તીવ્રતામાં વધારો ચિંતાનો વિષય છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ જાપાનના ઉત્તર-મધ્ય વિસ્તાર નોટોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


જાપાન અને ભૂકંપનું જોડાણ

જાપાન 'રિંગ ઓફ ફાયર' પર આવેલું છે, જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. વિશ્વના 90% ભૂકંપ આ વિસ્તારમાં નોંધાય છે. આથી જ જાપાનમાં વારંવાર ભૂકંપ આવતા હોય છે. નાના-મોટા ભૂકંપની ગણતરી કરીએ તો જાપાનમાં દર વર્ષે લગભગ એક હજારથી વધુ ભૂકંપ આવે છે, જેમાંથી મોટા ભાગના ઓછા તીવ્રતાના હોય છે.


પરંતુ 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે આવેલ 7.6ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ ખૂબ જ ખતરનાક હતો. નેશનલ અર્થક્વેક સેન્ટરના ડેટા અનુસાર, વિશ્વમાં દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ આવે છે, જેમાંથી 100 જેટલા નુકસાનકારક હોય છે. અને આ નુકસાનકારક ભૂકંપોમાં જાપાન મોખરે હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application