ધામ સામે આધુનીક પ્રકારનો કેમ્પ : ચા, પાણી, નાસ્તા, ભોજન, મેડીકલ જેવી સુવિધા
ફુલડોલ નિમીતે લોકો દ્વારકાધિશના દર્શનાર્થે ચાલીને જઇ રહયા છે, દરમ્યાન દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા આરાધનાધામની સામેના ભાગે આધુનીક પ્રકારના સેવા કેમ્પનું આયોજન કર્યુ છે.
ફુલડોલ નિમીતે દ્વારકાધિશ મંદીર ખાતે રાજય અને બહારના વિવિધ જીલ્લાઓમાંથી પદયાત્રીઓ આવી રહયા છે, તેઓની સુરક્ષા, સલામતી અને સગવડતાને ઘ્યાને લઇને રેન્જ આઇજી અશોકકુમાર તથા દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની સુચના માર્ગદર્શન મુજબ દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની અઘ્યક્ષતામાં પીએસઆઇ દેવમુરારીના વહિવટીપણા હેઠળ એલસીબી સ્ટાફ, એસઆરડી, જીઆરડી અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ખંભાળીયા-જામનગર હાઇવે આરાધનાધામની સામેના ભાગે પોલીસ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૬ થી ૨૧-૩-૨૪ સુધી કેમ્પનું આયોજન થયુ છે, પ્રથમ વખત આધુનીક ઢબથી પદયાત્રીકોની આવશ્યકતા, આસ્થાને ઘ્યાને લઇને કામગીરી કરાઇ છે, રાત્રે વાહનચાલકોને સરળતા રહે તેના તકેદારીના ભાગરુપે ટ્રાફિક અને અન્ય પોલીસ સ્ટેશન દ્વારા ૫૩૦૦થી વધુ પદયાત્રીઓને જય દ્વારકાધિશ લખેલ રેડીયમ સ્ટીકર પટ્ટીઓ સુરક્ષા અને સલામતી માટે લગાવાયા છે, કોઇ અનીચ્છનીય બનાવ ન બને તેમજ પદયાત્રીઓને અગવડતા ન અનુભવાય તે માટે પેટ્રોલીંગ કરીને કાળજી લેવામાં આવે છે, કેમ્પ ખાતે ૨૫ હજાર જેટલા પદયાત્રીઓને ચા, પાણી, ૯ હજાર લોકોને નાસ્તો, ૮ હજાર લોકોને બપોર-સાંજ જમવાની સેવા પુરી પાડે છે.
૬૦૦ જેટલા બેડ તેમજ જરુયાતમંદોને મેડીકલ, વાઇબ્રેટર મસાજ, ચાર્જર, બાળકો માટે રમકડા, સુવા માટે ઘોડીયા જેવી પ્રાથમિક બાબતો પર ઘ્યાન આપી સમગવડ પુરી પાડી ઉપરાંત સામાન સુરક્ષાની કાળજી લેવામાં આવેલ છે તેમજ ૫૦૦ જેટલા પદયાત્રીઓને યાત્રા દરમ્યાન ચપ્પલ, બુટ અપાયા છે. ટોર્ચ, લાઇટ, પાણીની બોટલોનું વિતરણ તેમજ અન્ય પ્રાથમિક ચિજ વસ્તુઓ પુરી પાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech