સાયબર સેફ દ્વારકા કાર્યક્રમ અંતર્ગત ઉતરાયણ તહેવા નિમિતે સાયબર ક્રાઇમ જાગૃતતા ફેલાવવા માટે ૨૦૦૦ પતંગોમાં સાયબર અવેરનેશના સુત્રો તથા હેલ્પાઇન નંબરો લખાવી આ પતંગો નાગરીકોને વિનામુલ્યે વિતરણ દેવભુમી દ્વારકા સાયબર ક્રાઇમ દ્વારા કરાયુ હતું.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ અધિક્ષક રાઘવ જૈન તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીની સુચનાથી દેવભુમી દ્વારકા જિલ્લામાં સાયબર જાગૃતતા ફેલાવવા માટે અવાર નવાર અલગ અલગ સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
દેવભુમી દ્વારકા જિલ્લાની જનતા સાયબર ક્રાઇમ ગુનાઓનો ભોગ ન બને અને આ ઉતરાયણ પર્વ નિમિતે લોકો અવેર બની સાયબર અપરાધીઓનો પેચ કાપી સાયબર ગુના અટકાવવામાં મદદરુપ થાય એ હેતુથી ઉતરાયણ પર્વ નિમિતે અત્રેના જિલ્લાના ખંભાળીયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર તાલુકાઓમાં સાયબર જાગૃતતા લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસસ સ્ટેશન દ્વારા ૨૦૦૦ પતંગોમાં સાયબર અવેરનેશના અલગ અલગ સુત્રો તથા સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ તેમજ અત્રેના પોલીસ સ્ટેશનના સંપર્ક નં. ૬૩૫૯૬ ૨૭૯૫૧ છપાવી આ પતંગો નાગરીકોમાં વિનામુલ્યે વિતરણ કરી સાયબર અવેરનેશ માટે નવતર પ્રયોગ કરેલ છે.
સાયબર અને ટ્રાફિક અવેરનેશ ફેલાવવામાં આવી છે જાહેર જનતા જોગ અપીલ કરાઇ છે કે બેંકમાંથી માહિતી માટે કોલ આવે તો જવાબ આપવો નહીં જરુર જણાય તો માહિતી મેળવી ગુગલ સર્ચ ઉપરથી મેળવેલ કોઇપણ કસ્ટમર કેર નંબરનો વિશ્ર્વાસ કરવો નહી ઉપરાંત ઓટીપી ગુપ્ત પીન વિગેરે આપવા નહીં ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન દ્વારા લેવી નહીં, ઘર બેઠા કમાઓ, ટાસ્ક ગેમમાં કોઇપણ નાણાકીય વ્યવહાર કરવો નહી અને જરુર જણાય તો સાયબર ક્રાઇમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech