જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ શહેરીજનો અને ઉદ્યોગકારો માટે મનપાના હાઉસ ટેકસ સહિતના વિવિધ વેરાઓમાં 100 ટકા વ્યાજ માફી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને જેને બાહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં દરેડ ખાતે આવેલ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા દ્વારા પણ ફેસ 2 અને 3 ના હજારો ઉદ્યોગકારોને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 100 ટકા વ્યાજ માફી યોજના ની અમલવારી 15 ફેબ્રુઆરી 2025 થી કરી દેવામાં આવી છે અને આગામી 31 માર્ચ 2025 સુધી આ યોજનાની અમલવારી ચાલુ રહેશે, ત્યારે દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં પણ 3,000 થી વધુ ઉદ્યોગકારો આવેલા છે અને છેલ્લા વર્ષ 2018 થી વર્ષ 2024 સુધીમાં ઉદ્યોગકારોનો જેટલો પણ વેરો બાકી રહેતો હોય અને તેના પર વ્યાજ ચડત હોય ત્યારે આ વ્યાજ માફી ની યોજનાથી ઉદ્યોગકારોને વ્યાજમાં સો ટકા રાહત મળશે અને ખૂબ જ લાભદાયી મહાનગરપાલિકાની આ યોજના હોય ત્યારે તમામ ઉદ્યોગકારોને આ યોજનાનો વધુમાં વધુમાં વધુ લાભ લેવા માટે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ સેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ફેસ-2 અને ફેસ-3 તેમજ રેસિડેન્ટ ઝોનના પ્લોટ ધારકો અને ઉદ્યોગકારો 100 ટકા વ્યાજ માફીની યોજનાનો લાભ લઈ શકે તે માટે વેરાની રકમ સ્વીકારા માટે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ઓફિસ, કલેક્શન સેન્ટર, કૌશલ્ય ભવન, પ્લોટ નંબર 90 ખાતે વ્યવસ્થા રાખવામાં આવી છે.
જ્યાં કલેક્શન સેન્ટર ખાતે સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી પ્લોટ ધારકો અને ઉદ્યોગકારો પોતાના વેરો ભરી શકશે અને 100 ટકા વ્યાજ માફી યોજનાનો લાભ લઇ શકશે તેમજ ટેક્સ ભરપાઈ કરી શકાશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 80007 30663 પર સંપર્ક સાધી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech