જામનગર મહાનગરપાલીકાએ સને–૧૯૯૯ માં ઠરાવ કર્યો છે તેને ૨૬ વર્ષ વિતી ગયા છતાં અમલવારી નહી...!?
જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન સામેના ચોકને જામનગર મહાનગર પાલીકાએ જનરલ બોર્ડની બેઠકમાં તા.૨૦/૧૦/૧૯૯૯ ના ઠરાવ નં.૨૫ થી પ્રખર સમાજ સુધારા જયોતિરાવ ફૂલે ચોક નામભિધાન કરેલ છે. ત્યારબાદ જૂદી-જૂદી સંસ્થાઓએ આ ઠરાવની અમલવારી કરવા મહાનગર પાલીકાને અનેકવાર રજૂઆત કરેલ છે પણ નિંભરતંત્રએ દાદ દીધી નથી. ૨૬ વર્ષ જેટલો લાંબો સમય વિતી જવા છતાં કોઈ અગમ્ય કારણોસર કશી જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
આ ચોકમાં પ્રતિવર્ષ ૧૧ મી એપ્રિલે જયોતિરાવ ફૂલે ના જન્મ દિવસ નિમિતે કાર્યક્રમ રાખવામાં આવે છે તથા અહીં મહાનગર પાલીકાએ જે તે વખતે ' જયોતિરાવ ફૂલે ચોક ' ના ત્રણ બોર્ડ લગાડેલ હતા. આ પૈકી બે બોર્ડ નીકળી ગયા છે. હાલમાં ફક્ત એક જ બોર્ડ લગાડેલુ છે.
આ ચોકનું ડેવલપમેન્ટ તાકીદે કરવા તથા જયોતિરાવ ફૂલે ની પ્રતિમા મુકવા જામનગરના ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.અને માઈનોરીટી સમાજના ઉપક્રમે તા.૨૧-૨-૨૫ ને શુક્રવારે સવારે ૧૦ થી ૦૧ સુધી લાલ બંગલા સર્કલમાં મહાનગર પાલીકા સામે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ત્યારબાદ આ પ્રશ્ન વહેલીતકે કામગીરી શરૂ કરવા માટે મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, વિરોધ પક્ષના નેતા અને મ્યુનિ.કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવશે. આ આવેદનપત્રની નકલ તમામ – ૬૪ કોર્પોરેટર્સને પણ અપાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.અને માઈનોરીટી સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech