ધ્રોલ તાલુકાના ગામડાઓને સૌની યોજના અંતર્ગત પાણી ફાળવવા માંગ

  • January 17, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષિમંત્રી દ્વારા સિચાઇ મંત્રીને કરાઇ રજૂઆત

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની આગેવાની હેઠળ ધ્રોલ તાલુકાના ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાણી મળી રહે એ માટે રાજ્યના સિંચાઇ મંત્રી કુવરજીભાઇ બાવરીયાને રજૂઆત કરવામાં આવેલ છે.
ધ્રોલ તાલુકામાંથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થાય, તેની બન્ને સાઇડમાં ૩ કી.મી.ની મર્યાદામાં આવતા ગામો જેવા કે, સુધાધુના, લૈયારા, સણોસરા, ખેંગારકા અને કાતડા ગામોમાં સૌની યોજનાથી આવેલા ચેકડેમો અને તળાવો ભરી તે માટે હૈયાત પાઇપલાઇનમાંથી ટેપીંગ કરી આ ગામોને સૌની યોજનાનું પાણી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવે, સાથોસાથ જાયવા, મોટા ઇટાળા, બીજલકા તેમજ ખારવા ગામનું પણ પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી દ્વારા સિંચાઇ મંત્રીને લેખિત પત્ર રજૂઆત કરવામાં આવેલ.
આ રજૂઆત સમયે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, યાર્ડના પૂર્વ ચેરમેન રસિકભાઇ ભંડેરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઇ મકવાણા અને સાધુધુના, જાયવા, ખારવા, કાતરડા, ખેંગારકા, લૈયારા, સણોસરા, મોટા ઇટાળા, બિજલકા સહિતના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application