જો તમે હજુ પણ ફકત ગોખણપટ્ટી કરીને કોલેજની પરીક્ષાઓમાં ટોચનું સ્થાન મેળવવાનું સ્વપન જોતા હોવ તો સાવધાન થઈ જજો. વર્ષ ૨૦૨૬માં, ગૂગલ, માઇક્રોસોટ અને ઓપનએઆઈ સહિત વિશ્વની સૌથી મોટી કંપનીઓએ તેમના ભરતી નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, ડિગ્રીઓ હવે ફકત કાગળનો ટુકડો છે. યારે અસલી ખેલ તો ટેલેન્ટ વેલોસિટી અને સ્કિલ એસેસમેન્ટનો છે. ડિગ્રી ન હોય પણ એઆઇનું નોલેજ હશે તેમને નોકરીમાં પ્રાથમિકતા મળશે.
ગઈકાલે પ્રકાશિત થયેલા લિંકડઇનના ટેલેન્ટ વેલોસિટી રિપોર્ટે કોર્પેારેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ મુજબ, ૮૬ ટકા વૈશ્વિક કંપનીઓ પાસે યોગ્ય ટેલેન્ટ વેલોસિટીનો અભાવ છે, જેનો અર્થ એ છે કે તેઓ બદલાતા બજારને પહોંચી વળવા માટે નવી કુશળતા ધરાવતા લોકોને શોધી શકતા નથી.તે જ સમયે, માઇક્રોસોટ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓ હવે ૨૫ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પ્રાથમિકતા આપી રહી છે જેમની પાસે મજબૂત પ્રોજેકટ પોર્ટફોલિયો છે, ભલે તેમની પાસે મુખ્ય કોલેજ ડિગ્રી ન હોય. આ જ કારણ છે કે નોકરી મેળવવા માટે ફકત કોડિંગ કેવી રીતે કરવું તે જાણવું પૂરતું નથી. ૨૦૨૬માં, એઆઇ લુએન્સી ૨૦૦૦માં કમ્પ્યુટર ચલાવવા જેટલી મૂળભૂત જરિયાત બની ગઈ છે.
નિષ્ણાતો માને છે કે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ચાર વર્ષનો કોલેજ અભ્યાસક્રમ તેની ગતિ જાળવી રાખવામાં અસમર્થ છે. કંપનીઓ હવે ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછવાને બદલે લાઇવ પ્રોજેકટસ ચલાવીને ઉમેદવારોનું પરીક્ષણ કરી રહી છે. એપ્રિલ ૨૦૨૬ના બીજા અહેવાલ (અનસ્ટોપ ટેલેન્ટ) મુજબ, ૪૯ ટકા એચઆર નેતાઓ હવે ઉમેદવારની સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતાને પ્રાથમિકતા આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application