કાશી વિશ્ર્વનાથના મંદિરમાં દેવાધિદેવના ચારેકોરથી દર્શન

  • August 08, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશી વિશ્ર્વનાથના મંદિરમાં દેવાધિદેવના ચારેકોરથી દર્શન

​​​​​​​છોટી કાશીમાં દરેક મંદિરનો મહિમા અલગ અલગ છે, કાશીમાં એકમાત્ર એવું મંદિર છે કે જેના ચારેય દ્વારથી ભગવાન શિવના દર્શન થઇ શકે છે, ગુજરાતમાં એક માત્ર એવું મંદિર છે કે ત્યાં પણ ચારેય દિશાએથી ભગવાનના આલૌકીક દર્શન થાય છે, આખા શ્રાવણ માસમાં આ મંદિરમાં દરરોજ દેવાધીદેવના વિશિષ્ટ પ્રકારના દર્શન કરવા શિવ ભકતો ઉમટી પડે છે.  શિવ ભકતિ અને તન શુઘ્ધીનો આ શ્રાવણ માસ છે, શ્રાવણમાં જે સમજાય શિવ રહસ્ય તો શાસ્ત્રોકત થાય જીવનનો ઉદેશ, આપણે એ મંદિરની વાત કરીએ છીએ કે જયાં દરરોજ આઠ-આઠ કલાકની મહા મહેનત બાદ ભગવાન શિવના અનેરા ‚પના દર્શન કરાવવામાં આવે છે આ વખતે કાશિ વિશ્ર્વનાથ મંદિરને વિવિધ કલરકામથી નવા રંગ‚પ આપવામાં આવ્યા છે, કાશી વિશ્ર્વનાથના મંદિરની કથા પણ અલગ છે ૧૭ વર્ષ સુધી બાંધકામ ચાલ્યુ અને મહિમા તો દિન પ્રતિદિન વધતો ગયો, મંદિરની આરતી ખુબ જ લોકપ્રિય છે અને આખુ મંદિર શિવભકતોથી ભરાઇ જાય છે, ખાસ કરીને દરરોજની મહાદેવની વિવિધ પૂજા મન મોહી લે છે, આપણે આજે વાત કરીએ જામનગરના ભવ્યાતી ભવ્ય કાશી વિશ્ર્વનાથ મંદિરની. 

કાશી વિશ્ર્વનાથની કથા પણ અલૌકીક છે, જુના જમાનામાં એટલે કે ૧૮૫૦ની સાલમાં ખવાસ કરશનભાઇ કાશીના પ્રવાસે ગયા ત્યારે તેમને મનમાં એવો વિચાર આવ્યો કે હું જામનગરમાં ભગવાન શિવની મોટી મુર્તિ લઇને ત્યાં મંદિર બનાવવું પરંતુ ખવાસ જ્ઞાતીની વ્યકિત મંદિર બનાવી શકે કે કેમ તે અંગે તેમને શંકા હતી પરંતુ કરશનભાઇની દ્ઢ ઇચ્છાશકિતને જોઇને ભગવાને જ તેમને પ્રેરણા આપી અને કાશીમાંથી ભગવાન શિવની મોટી મુર્તિ લીધી ત્યારબાદ મુર્તિની સાથે ઓમ નમ: શિવાય અને બમ બમ ભોલેના નાદ સાથે ગાડામાં આ મુર્તિને પધરાવવામાં આવી, સતત દુધ અને જલની ધારા મુર્તિ પર કરવામાં આવી, ભજન, કિર્તનની રમઝટ સાથે ગામે ગામના લોકો પણ જોડાયા અને હર હર મહાદેવના નાદ સાથે આખરે આ મુર્તિને જામનગર લાવવામાં આવી હતી. દેશભરમાંથી શિવભકતો હર હર મહાદેવનો નાદ લગાવવા આ મંદિરે આવે છે.

કાશી વિશ્ર્વનાથ મંદિરનું નિર્માણ કરવા માટે ૧૭-૧૭ વર્ષ બાંધકામ ચાલ્યું ખવાસ જ્ઞાતી મંડળ દ્વારા હરીભાઇ વારા, જેન્તીભાઇ અડાલજા અને આણદાબાવા સેવા સંસ્થાના પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજના નેજા હેઠળ હાલમાં આ મંદિરનો વહિવટ ચાલી રહયો છે.

શ્રવણ શબ્દથી શ્રાવણ નામ પડયું છે, શ્રાવણમાં પુજાની સાથે સાથે શ્રવણ કરવાનો ખુબ મહિમા છે, બીજુ કાંઇ ન થઇ શકે તો કંઇ નહીં તો તમે શિવપુરાણ સાંભળો કે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરો અથવા કોઇપણ શાસ્ત્ર જો શ્રાવણ માસમાં શ્રવણ કરવામાં આવે તો તેનું અનંતગણુ ફળ મહાદેવજી આપે છે.
કાશી વિશ્ર્વનાથ મંદિરની વિશિષ્ટતા એ છે કે આ મંદિરમાં તમે ગણપતી, કાળભૈરવ અને હનુમાનજીની મુર્તિને પગે લાગો તો જ કાશી વિશ્ર્વનાથ મંદિરના દર્શન પુર્ણ થાય છે, શ્રાવણ માસના દરેક દિવસોમાં વિવિધ પુજા કરવામાં આવે છે, ભગવાનના અનેરા ‚પના શણગાર થાય છે, કાળ ભૈરવ, ગણેશજી, બટુક ભૈરવ, ભારતમાતા સહિતના આબેહુબ દર્શન કરાવવામાં આવે છે ખાસ કરીને બાબા અમરનાથના પણ દર્શન આ મંદિરમાં થાય છે. આ મંદિરમાં ૧૦૮ ને ૧૫૧ દિવાની વિશિષ્ટ આરતી જોઇને લોકો ભગવાનમાં લીન થઇ જાય છે. 

ભગવાન શિવના ચારેય બાજુથી તમારે દર્શન કરવા હોય તો તમારે જામનગર જ આવવું પડે, કારણ કે ગુજરાતનું એકમાત્ર મંદિર અવું છે કે ત્યાં ચારેય દિશાએથી ભગવાન શિવજીના ચરણોમાં માથુ ટેકાવી શકાય છે. કાશી વિશ્ર્વનાથ રોડ પર આવેલા આ મંદિરમાં આખો મહિનો ભગવાન શિવજીના અવનવા ‚પના દર્શન કરવા લોકો અધીરા બને છે, વિશિષ્ટ મહાપુજા તેમજ દરરોજ ૧૫૧ દિવાની આરતી આ મંદિરની એક વિશેષતા છે, સતત સાત-સાત કલાકની મહેનત બાદ દોઢ-દોઢ કલાક સુધી થનારી આરતી જામનગરમાં વખણાય છે એન લોકો ચારે બાજુથી ભગવાન શિવજીને નિરખી શકે છે અને આ એ જ મંદિર છે કે જેનું નામ કાશી વિશ્ર્વનાથ મંદિર છે. 

શ્રાવણ માસ શ‚ થતાં જ મુકતી અને ભકતી પ્રાપ્ત થાય છે અને તેના થકી જીવનમાં અનેરી શકિત આવે છે જામનગરમાં જેટલા શિવ મંદિરો છે તેટલા શિવ મંદિરો કદાચ એક પણ મેગા સીટીમાં નહી હોય, ભારત ભરમાં બે જ મંદિરો એવા છે તે મંદિરોમાં શિવ ભકતો ચારે દિશામાંથી ભગવાન શિવને દર્શન કરીને પુણ્ય મેળવી શકે છે એક શિવ કાશીમાં છે.

દેવાધીદેવ મહાદેવજીને શ્રાવણ માસમાં ભજવાથી અનેક દુ:ખ દુર થાય છે લોકો કહે છે કે શ્રાવણે સમજાય શિવ રહસ્ય તો સાર્થક થાય જીવન ઉદેશ્ય. ત્રસ્ત જીવને જયાં વિશ્રામ મળે તેનું નામ શિવ કહેવાય છે, કાશી વિશ્ર્વનાથ મંદિરમાં સવારના ૫ વાગ્યાથી રાત્રે ૧૨ સુધી ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠે છે, ખાસ કરીને દર સોમવારે મહાદેવના વિવિધ દર્શન થાય છે ત્યારે લોકો દેવાધી દેવને નમન કરવા આ મંદિરમાં દોડી આવે છે અને બોલે છે કે જય હો કાશી વિશ્ર્વનાથ મહાદેવ.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application