જિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૪ યોજાયો: :જિલ્લાના ૪૦ જેટલી શાળાના ૪૦ જેટલા સ્પર્ધકો સામેલ થયા
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય આર્ટિફિશયલ ઈનટેલિજન્સ પર જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ હતું,
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, નિર્ણાયક તરીકે પધારેલ બી.એચ.ડી. ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ કાલાવડના પ્રોફેસર રિયાબેન કાકુ અને કલ્યાણ પોલિટેકનિક કોલેજના પ્રેમિત ગોહેલ દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવેલ હતું,કાર્યક્રમમાં ૪૦ જેટલી શાળાના ૪૦ જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા.
બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફિશયલ ઈનટેલિજન્સ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોનાં વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે એક ૨૦ પ્રશ્નોની લેખિત પરિક્ષાનુ આયોજન પણ કરવામાં આવેલ હતું,તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને પ્રેજંટેશન આધારે મોખિક પ્રશ્નો પૂછવામાં આવેલ જેમાં શ્રેષ્ઠ બે બાળકોને રાજયકક્ષા માટે પસંદ કરવામાં આવેલ હતા, જેમાં પ્રથમ નંબર પર લાવીકા ત્રિપાઠી શ્રી કે.ડી.અંબાણી-મોટી ખાવડી શાળાનાં અને બીજા નંબર પર હેમ્યા શુક્લા શ્રી સત્ય સાઈ સી.બી.એસ.સી(જામનગર) શાળાનાં અને ત્રીજા નંબર પર ત્રિષા ક્ટારીયા સેન્ટ ફ્રાન્સીસ જામનગર શાળાના રહેલ. શિલ્ડ તેમજ સામેલ થનાર તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રના સંજય પંડયાએ કરેલ. સંસ્થાના સેક્રેટરી અને સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મેહતાએ કાર્યક્રમની સફળતા અંગે શુભેચ્છા પાઠવેલ હતી.તેવું યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMસગીરાના ખોટા જન્મના દાખલા બનાવનાર ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતો શખ્સ ઝડપાયો
November 18, 2024 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech