જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે હોટલમાં જમવા ગયેલા બે યુવાનો એ જમવાનું બરોબર નહી હોવાની ફરિયાદ કરતાં બે હોટેલ સંચાલક બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહીત ૧૦ પોલીસ કર્મચારી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદમાં અદાલતે તમામ સામે કેસ ચલાવવા આદેશ કર્યો છે.
જામનગર - ખંભાળિયા માર્ગે આવેલ મોઠોઈ ગામ માં રહેતા જીતેન્દ્રસિંહ બચુભા વાળા અને તેના મિત્ર મહાવીરસિંહ જાડેજા ગત તાં.૧૦/૧/૨૦૧૨ નાં મિઠોઈ પાટિયા પાસે આવેલ ચામુંડા હોટલ માં જમવા માટે ગયા હતા, અને જમવાનું બરાબર નહી હોવાની ફરીયાદ કરતાં હોટલ ના સંચાલક વસંતભાઈ તથા હસનભાઈ એ તેમના ઉપર હુમલો કર્યો હતો. આ પછી વાડીનાર પોલીસ સ્ટેશન નાં પો સબ.ઇન્સ. પિપરવડીયા ને બોલાવતાં તેઓ પોલીસ સ્ટાફ નાં અભીજીતસિંહ ,પ્રવીણસિંહ ,. શકિતસિંહ , નિર્મળસિંહ આવી પહોંચ્યા હતા, તમામ સાથે હોટલ સંચાલકો એ એક સંપ કરી ને તેમને મારકુટ કરી વાડીનાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જયાં રાત્રીના પણ પોલીસ દવારા તેમને મારકુટ કરવામાં આવેલી, તથા બીજા દિવસે સવારે એલ સી બી નાં પો..સ.ઈ. આલ, તથા પોલીસ કર્મચારીઓ બાબભા , જયુભા,.રણમલભાઈ, ભરતસીંહ તથા વાડીનાર પોલીસ સ્ટશન સ્ટાફે લાકડી તથા ઢીકાંપાંટુને માર મારેલ. તથા ઝાંખર પાટિયે લઈ જઈ ત્યાં માર મારેલ ત્યારબાદ મોઠાઈ ગામે લઈ જઈ ત્યાં ગામ લોકોની હાજરીમાં માર મારેલ તથા ત્યાંથી વાડીનાર ગામમાં લઈ જઈ જાહેરમાં માર મારેલ હતો, ત્યારબાદ વાડીનાર પોલીસ, સ્ટે.ની બહાર બોલેરો જીપ પકડાવી ને માર માર્યો હતો.
ત્યારબાદ બંને સામે પો.સ.ઈ. પીપરવાડીયા પર જીવલેણ હુમલો કરવા અંગે ગુનો નોંધી ઘરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે ફરીયાદી તથા તેના મિત્ર મહાવોરસીંહ ને થયેલી ઈજાઓ જોઈ ન્યાયધિશે જેલ મારફત સારવાર કરાવવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ જીજી હોસ્પિટલ મા સારવાર કરાવી હતી તથા અદાલત માં કરીયાદ કરી હતી.
આ ફરીયાદના અનુસંધાને ફરિયાદી દ્વારા રજુ થયેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ને ધ્યાનમાં લઈ ને ચામુંડા હોટલના સંચાલક હસનભાઈ વિજપરા, વસંતભાઈ રબારી, વાડીનાર પો.સ્ટે.ના પો.સ.ઇ. હુસેનભાઇ પીપરવાડીયા, પોલીસ કર્મચારીઓ શકિતસીંહ, નિર્મળસિંહ, અભીજીતસિંહ, એલસીબીનાં પો સબ શ્રી આલ ,બાબભા , જયુભા રણમલભાઈ, ભરતસિંહ , સામે કેસ ચલાવવા નો હકુમ લાલપુર નાં ન્યાયાધીશ એમ એચ મકવાણા એ કર્યો છે. આ કેસમા ફરીયાદી તરકે વકીલ નીખીલ બુધ્ધભટ્ટી અને પાર્થ સામાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech