ખોડીયાર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના દંપતીને ૧-૧ વર્ષની સજોડે જેલની સજા અને ચેક મુજબની રકમનો દંડ

  • March 29, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડીયાર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ દંપતી વિધિ નિખીલભાઈ જોશી અને નીખીલ હરીશ જોશીએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા બંને  આરોપીઓએ  ચેકો આપેલ અને  સોસાયટીએ બંને ચેકો બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી  નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે  આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા બંને આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલા હતા.


કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ,ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના બંને આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા  અને   આરોપીઓને  ૧-૧ વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ અનુક્રમે  રૂ ૨,૯૭,૩૮૦ અને રૂ.૨,૯૬,૫૫૪ નો દંડનો હુકમ કરવામાં આવેલ  છે. 


આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા  રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application