કલ્યાણપુર નજીક મોટરબાઈકની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક કારની ઠોકરે એક બુલેટ સવાર દંપતિને ઇજા પહોંચી છે, જ્યારે કલ્યાણપુર નજીક જ એક મોટરની ઠોકરે બાઇક ચડી જતાં વૃદ્ધને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે, જ્યારે બંને બનાવની જાણ લગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દેવાભાઈના પિતાએ પિતરાઈ ભાઈ દલવાડી કુરજીભાઈ ખીમજીભાઈ સોનગરા (ઉ.વ. 52, રહે. ખંભાળિયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
જ્યારે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા ચતુરસિંહ વકુભા જાડેજા નામના 68 વર્ષના ગરાસિયા વૃદ્ધને નારણપુર ગામના પાટીયા પાસે ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 એલ. 0349 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલક મહિલાએ અડફેટે લઈ, અને ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત સર્જીને એક્સેસ ચાલક મહિલા નાસી છૂટી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં એક્સેસ ચાલક મહિલા સામે ગુનો નોંધાયો છે.
ભાટિયામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દિલીપ સાજણભાઈ ગોહેલ નામના 37 વર્ષનો શખ્સ દ્વારા આ જ ગામના માણસી વારજાંગ જોગાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી સાથે દિલીપને ઝડપી લેવાયો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂનો બળેલો 20 લિટર આથો, 1500 લિટર કાચો આથો, 61 લીટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 62,000 નો મુદ્દામાલ કબજે કરી દિલીપ ગોહિલની અટકાયત કરી હતી. જ્યારે માણસી જોગાણીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech