પતિની આંગળી કપાઈ જતાં કામ થઈ શકતું ન હોવાથી ઝેર પીતા જોઇ પત્નીએ પણ થોડી દવા પીધી : બંનેને સારવારમાં ખસેડાયા બાદ યુવતિને રજા અપાઇ
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં એક દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્નીની હાલતમાં સુધારો થતાં રજા અપાઇ છે. પતિની હાથની આંગળી કપાઈ જતાં કામ થઈ શકતું ન હોવાથી આ બાબતનું લાગી આવતા ઝેરી દવા પીધી હતી, એ પત્ની જોઇ જતા તેણીએ પણ દવા ઝુંટવીને થોડી પી લેતા બંનેને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યુ નિપજયુ હતું.
જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા ભદ્રેશસિંહ મંગુભા જાડેજા (ઉ.વ.34) અગાઉ અમદાવાદમાં રહેતા હતા, અને એક કારખાનામાં કામ કરતા હતા. ત્યાં તેઓની હાથની આંગળી કપાઈ ગઈ હતી, અને કામ કરી શકતા ન હતા.
દરમિયાન તેઓ જામનગર નજીક ચાંપાબેરાજા ગામે આવી ગયા હતા. અને ગત 27મી તારીખે રાત્રિના સમયે ભદ્રેશસિંહે પોતાની હાથની તકલીફના કારણે જિંદગીથી તંગ આવી જઇ ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. આ વેળાએ તેમના પત્ની હિરલબા ભદ્રસિંહ જાડેજા કે જેઓ જોઈ ગયા હતા, અને પતિના હાથમાંથી ઝેરી દવાની બોટલ ઝુંટવી લઈ પોતે પણ ઘુંટડો મારી લીધો હતો.
આ બનાવ બાદ પતિ-પત્ની બંનેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન ભદ્રેશસિંહ જાડેજાનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે પત્ની હિરલબાની તબિયતમાં સુધારો થતાં તેણીને જી.જી. હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જે બનાવ અંગે હિરલબા જાડેજાએ પોલીસને જાણ કરતાં બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યારબાદ તેઓએ હીરલબાનું નિવેદન નોંધ્યું હતું. જેમા તેણીએ ઉપરોકત વિગતો જણાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech