જોગર્સ પાર્ક પાસે ખાનગી બેંકમાં એનઓસી લેવાના મામલે બબાલ

  • October 24, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિકયુરીટી ગાર્ડને માર માર્યો : મેનેજર - ગાર્ડને ધમકી દીધી : મહિલા સહિત બે સામે ફરીયાદ


જામનગરના જોગર્સ પાર્ક પાસે આવેલ ખાનગી બેંકમાં લોન કલોઝ માટેની એનઓસી લેવા ગયેલ ત્યારે બ્રાન્ચના મેનેજરએ પેમેન્ટ બાકી છે ભરી દો પછી એનઓસી મળશે તેમ કહેતા આવેલા શખ્સ અને મહિલાએ દેકારો કર્યો હતો આ વેળાએ સિકયુરીટી ગાર્ડ ત્યાં દોડી આવતા શખ્સે તેની સાથે ઝપાઝપી કરી મુંઢ માર મારી મેનેજર તથા ગાર્ડને મારી નાખવાની ધમકી દીધી હતી. આ મામલે બે સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના વિરલ બાગ પાસે ગુદત્તાત્રેય મંદિરની બાજુની શેરીમાં રહેતા અને યશ બેંકમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા જયેશ ભરતભાઇ જોશી (ઉ.વ.38)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના વિશાલ હોટલ પાછળ આવેલ સિઘ્ધનાથ સોસાયટી 51/એ ખાતે રહેતા ઋતીક સામત પરમાર તથા ગીતાબેન સામત પરમાર બંનેની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ગઇકાલે જોગર્સ પાર્ક ખાતે જયદેવ આર્કેડમાં આવેલ યશ બેંકમાં ફરીયાદી જયેશભાઇ તેની ફરજ પર હાજર હતા ત્યારે બંને આરોપી ત્યાં આવ્યા હતા અને ફરીયાદીને કહેલ કે મારા પપ્પાના નામે લોન કલોઝ માટેની એનઓસી જોઇએ છે, તેમ વાત કરતા ફરીયાદીએ કહેલ કે તમારી લોન ચાલુ છે તેનું પેમેન્ટ બાકી છે, તેની તમોને અગાઉ જાણ કરેલ છે. આથી ભરી દો બાદમાં તમને એનઓસી આપી દેશું.


તેમ કહેતા આરોપી ઋતીક અને ગીતાબેને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા જેથી અવાજ થતા બેંકના સિકયુરીટી ગાર્ડ મહાવીરસિંહ જામભા ઝાલા ત્યાં આવી ગયા હતા અને તેમણે આ બંનેને સમજાવેલ કે જે વાત હોય તે શાંતીથી કરો આથી આવેલા બંને ઉશ્કેરાઇ જઇ જેમ તેમ બોલાચાલી કરવા લાગ્યા હતા.


દરમ્યાનમાં ઋતીકે સિકયુરીટી ગાર્ડ મહાવીરસિંહ સાથે ઝપાઝપી કરવા લાગેલ તેમા ગાર્ડને કાનમાં તથા શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી તેમજ આરોપીએ ફરીયાદી મેનેજર તથા સિકયુરીટી ગાર્ડને તમે બહાર આવો હું તમને જોઇ લઇશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદના આધારે એએસઆઇ ચાવડા તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application