તેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ

  • May 16, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલંગાણાના રામપ્પા મંદિરમાં મિસ વલ્ર્ડ સ્પર્ધકોના પગ ધોવામાં કેટલીક મહિલાઓ મદદ કરતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ શ થયો છે. ભાજપ અને બીઆરએસે તેને તેલંગાણાની મહિલાઓનું અપમાન ગણાવ્યું છે.
મિસ વલ્ર્ડ સ્પર્ધાના સ્પર્ધકે બુધવારે પરંપરાગત સાડી પહેરીને રામપ્પા મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પ્રવેશતા પહેલા, બધાએ પોતાના પગ ધોયા હતા, જેમાં કેટલીક સ્થાનિક મહિલાઓએ તેમને મદદ કરી હતી. વીડિયો પર, બીઆરએસે તેને એક ભયાનક ઘટના ગણાવી અને કહ્યું કે સ્થાનિક દલિત, આદિવાસી અને આર્થિક રીતે નબળી મહિલાઓને વિદેશી મિસ વલ્ર્ડ સ્પર્ધકોના પગ ધોવા અને લૂછવાની ફરજ પાડવામાં આવી હતી. આનાથી સમગ્ર રાયમાં ગુસ્સો ફેલાયો છે અને રાયના આત્મસન્માનને ઠેસ પહોંચી છે.
બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે તેમના એકસ હેન્ડલ પર વિડિયો ફરીથી પોસ્ટ કર્યેા અને આ ઘટના માટે મુખ્યમંત્રીની ટીકા કરી. તેલંગાણા ભાજપના વડા અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરી અને કહ્યું કે મુખ્યમંત્રી રેવતં રેડ્ડીએ મહિલાઓના આત્મસન્માન અને ગરિમાને કચડી નાખ્યા છે.
તેમણે પોસ્ટમાં વધુમાં કહ્યું કે સોનિયા ગાંધી, રાહત્પલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્ર્રીય નેતૃત્વએ તેલંગાણાની મહિલાઓની નિંદા કરવા અને આપણી મહિલા શકિતના ગૌરવ, સંસ્કૃતિ અને આત્મસન્માનનું બલિદાન આપવા બદલ બિનશરતી માફી માંગવી જોઈએ. આ ટીકાઓના જવાબમાં, રાય સરકારે એકસ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ એક પરંપરા છે જે આપણે 'અતિથિ દેવો ભવ' ની ભાવના હેઠળ અનુસરીએ છીએ, જેમાં આંતરરાષ્ટ્ર્રીય મહેમાનોને સર્વેાચ્ચ સન્માન આપવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application