રાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ અને ફેવિકવિક વેચવાનું કારસ્તાન ઝડપાયું છે. કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ગાંધીગ્રામ પર આવેલી ત્રણ દુકાનમાં તપાસ કરતા 1990 નંગ બનાવટી માલ મળી આવ્યો હતો. જે અંગે કંપનીના જવાબદાર અધિકારીની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય વેપારીઓ સામે કોપી રાઈટ એકટના ભંગ અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ઉત્તરપ્રદેશના અંકુરશર્મા રાજકુમારશર્મા (ઉ.વ.30) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ રમેશ ડાંગર (રહે. ગાંધીગ્રામ સોસાયટી, એસ.કે.ચોક, રાજકોટ), આશિષ દિનેશ વાઢીયા (રહે. ગાંધીગ્રામ મેઈન રોડ) અને રવિ હરસુખ રાયચુરા (રહે. દિપક સોસાયટી મેઈન રોડ, ગાંધીગ્રામ) ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નોઈડા ખાતે આવેલસ્મિતા લીગલ એડવોકેટ સોલિસીટર નામની કંપનીમાં એકઝીકયુટર તરીકે દોઢ વર્ષથી નોકરી કરે છે. કંપનીને અંધેરી ઈસ્ટ મુંબઈમાં આવેલ ફેવીકોલ તથા ફેવીકવીકની એમ/એસ પીડલાઈટ ઈન્ડસ્ટ્રીસ નામની કંપની સાથે તેમની કંપનીના લોગા કે લખાણ કે ચીત્રોનું કોપી કરી ફેવીકોલ કે ફેવીક્વીકનુ વેચાણ કરે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવાની તેઓને સત્તા આપવામાં આવી છે.
તેઓ દેશના અલગ અલગ શહેરોમા દુકાનો ઉપર જઈ કંપનીની ફેવીકોલ અને ફેવીક્વીકની ખરીદી કરીએ છીએ અને કંપનીની લખાણ કે ચિત્રો કે લોગાનુ કોપી કરેલાનું જણાઈ આવે તો અમો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ.
ગઈકાલે સાંજના સમયે તેઓને કંપની દ્રારા જાણ થયેલ કે, ગાંધીગ્રામ સોસાયટી એસ.કે ચોક વિસ્તારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં પીડીલાઈટ કંપનીની ફેવિકવિકના લોગા, ચિત્ર તથા લખાણનુ કોપી કરી ફેવીકવીકનુ વેચાણ કરે છે જે બાતમીના આધારે દુકાનમાં તપાસ કરવા તેઓ અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ત્યાંથી હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, રોહીતદાન ગઢવી, શબ્બીરખાન મલેક સાથે ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોક વિસ્તારમાં આવેલ મુરલીધર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખાતે જઈ તપાસ કરતા ત્યા દુકાન ધારકનું નામ પુછતા પોતાનુ નામ મુકેશ રમેશ ડાંગર હોવાનુ જણાવેલ હતું.
તે દુકાનમાં તપાસ કરતા પીડીલાઈટ કંપનીની ફેવીક્વીકના 29 નંગ મળી આવેલ જે ફેવીક્વીકના પ્લાસ્ટીકના નંગ ઉપર જોતા કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. તેમજ અન્ય ચામુંડા જનરલ સ્ટોરમાં તપાસ કરતાં ત્યાંથી 33 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. તેમજ તે જ વિસ્તારમાં આવેલ સત્યમ ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં તપાસ કરતાં તેમાંથી 1856 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. અંગે ફરિયાદીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણેય વેપારીઓ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech