જિલ્લાના ખેડૂત થયા પરેશાન : ખંભાળિયામાં રવી પાક લેવા 300 ખેડૂતોની લાંબી કતાર
ચાલુ વર્ષે અવિરત વરસાદના કારણે ખેડૂતોને અનેક જાતની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હાલ શિયાળુ પાક માટે જરૂરિયાત મુજબ નું ડીએપી ખાતર લેવા માટે ધરતીપુત્ર થઈ રહ્યા છે પરેશાન દ્વારકા જિલ્લાના મોટાભાગના સ્ટોરમાં ડીએપી ખાતર મળતા ન હોય ખેડૂતની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો હોય તેવો ઘાટ સર્જાયો હતો આ અંગે સરકારી સ્ટોર ની મુલાકાત લેતા તેમણે ડીએપી ખાતરને બદલે બીજા અન્ય ખાતર વાપરી શકાય તેવી ભલામણ કરી હતી પરંતુ શા માટે ડીએપી ખાતરનો પૂરતો સ્ટોક અહીં ઉપલબ્ધ નથી તે અંગે જણાવ્યું ન હતું ત્યારે હાલ ખાતરની મુશ્કેલી વચ્ચે ખેડૂતો એક દુકાને થી બીજી દુકાને ધક્કા ખાતા અને લાંબી લાંબી કતારો માં ઉભા રહેતા નજરે પડ્યા હતા અને સરકાર તાત્કાલિક ખાતરનો સ્ટોક પૂરો પાડે તેવી માંગ કરી હતી.
દ્વારકા જિલ્લામાં આ વખતે સારા વરસાદના કારણે કુવા બોરમાં પૂરતા પાણી છે ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે ખાતરની ખાસ જરૂર હોય છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ શિયાળુ પાક લેવા માટે ખેતી તૈયાર કરી લીધી છે પરંતુ ડીએપી ખાતર ન મળવાના કારણે રોજ શહેરમાં ધક્કા ખાવા પડે છે છતાં પણ ડીએપી ખાતર નથી મળતું તેની સામે અન્ય બીજા ખાતર મળે છે પરંતુ તે ખાતર ની જરૂર ન હોય છતાં પણ લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે સરકાર વહેલી તકે ડીએપી ખાતર નો સ્ટોક પૂરતો ફાળવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશહેરના હજુર પાયગા રોડ પરના રોયલ કોમ્પલેક્ષના ભોંયતળિયે નકલી નોટનો જથ્થો મળી આવ્યો
November 20, 2024 02:42 PMચોરીના મોબાઈલ સાથે બે શખ્સ ઝડપ્યા
November 20, 2024 02:41 PMચોરાઉ મોબાઈલ સાથે ચાર શખ્સ આવ્યા એલસીબીની પકડમાં
November 20, 2024 02:41 PMરાજકોટના આંગણે મોરારીબાપુની રામકથા આરંભાશે
November 20, 2024 02:39 PMઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech