શહેરના હજુરપાયગા રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જાલી નોટનો જથ્થો કચરામાં પડયો હોવાની બાતમીને લઈ સ્પેશિયલ ઓપરેશન ગૃપનો સ્ટાફ દોડી ગયો હતો. નકલી નોટ કચરામાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને રેન્જ આઈજી સહીતના અધિકારીઓ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, સ્થાનિક નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી કચરાના ઢગલામાંથી રૂા. ૫૦૦ના દરની ૯૫ નોટ કબ્જે કરી હતી.
ભાવનગર શહેરના નવાપરા, હજુરપાયગા રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં રહેલા કચરાના ઢગલામાં નકલી નોટનો જથ્થો પડ્યો હોવાની પુર્વ બાતમી આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ સુનસેરા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. અને પાર્કિંગમાં તપાસ હાથ ધરતા પ્રિન્ટ કરેલી રૂા. ૫૦૦ના દરની નવી નક્કોર ૯૫ નોટ મળી આવતા કબ્જે કરી હતી. ઉક્ત મામલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા.
નકલી નોટનો જથ્થો ફેંકી જનારની ભાળ મળી ન હતી. આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગૃપે નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
બનાવને લઈ રેન્જ આઈડી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને જથ્થો કોણ નાખી ગયુ અને ક્યાથી નોટ આવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. નોટનો જથ્થો રજળતી હાલતે મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાંથી અગાઉ નકલી નોટ ના છાપખાના અને તેનો કાળો કારોબાર કરતા કારોબારીઓ પોલીસની પકડમાં પકડાઈ ચુક્યા છે. તો બે દિવસ પુર્વે જ મુંબઈના થાણેમાંથી રૂા. ૫૧ લાખની નકલી નોટના જથ્થા સાથે ભાવનગરનો શખસ ઝડપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech