સલાયા બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા ગ્રાહકો પ્રત્યે ગેરવર્તણુંકની ફરિયાદો

  • August 15, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીજન્યોલ ઓફિસમાં કરાઈ ફરિયાદ



સલાયામાં એક માત્ર સરકારી રાષ્ટ્રીયકૃત બેંક આવેલ છે બેંક ઓફ બરોડા જેમાં ઘણા સમયથી ઓછો સ્ટાફ હોઈ ગ્રાહકોના કામ સમયે થતાં નથી અને ગ્રાહકોને ભારે હાલાકી પડતી હોઈ અનેક ફરિયાદો સામે આવી છે. સલાયાની બેંક ઓફ બરોડામાં મોટા પ્રમાણમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટ આવેલ છે. આ એકાઉન્ટ ધારકોને કોઈ સેવા સમયસર નાં મળતી હોઈ એવી અનેક ફરિયાદો મલી છે. અહી સ્ટાફ ખુબજ ઓછો હોઈ એમને વધુ કામ કરવું પડતું હોઈ જેને લીધે અધિકારીઓ ગ્રાહકો ઉપર ગુસ્સો ઠાલવતા હોઈ છે.


આમ ઓછા સ્ટાફના લીધે રોજબરોજ કોઈને કોઈ નાની મોટી ફરિયાદો બેંકમાં બનતી હોય છે. હાલ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નાં સમય ગાળામાં લોકોને પાસબુક પ્રિન્ટ કરવી હોઈ તો બેંક ઓફ બરોડા દ્વારા કરી દેવામાં આવતી નથી. ક્યારેક પ્રિન્ટર ખરાબ હોઈ અથવા સ્ટાફ નથી એવા તોછડા જવાબ આપવામાં આવે છે. પાસબુક પ્રિન્ટિંગનો પ્રશ્ન સલાયા બેન્કનો ઝઘડાનું મુખ્ય કારણ બની રહ્યું છે.


સલાયાની એક જૂની પેઢી કે જે વર્ષે એક કરોડથી ઉપરના બેન્કોના વ્યવહાર કરે છે અને આં બ્રાન્ચના બે કરંટ એકાઉન્ટ ધરાવે છે એ પેઢીએ નામ જોગ રીજ્યોનલ ઓફિસમાં સ્ટાફના ગેર વર્તણુક અને પાસબુક પ્રિન્ટિંગ અને ફિક્સ માં મુકેલ રસીદ બાબતે ફરિયાદ કરી છે.  આમ સલાયા બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં હંમેશા માટે પાસબુક પ્રિન્ટિંગ થાય અને સ્ટાફમાં વધારો કરી અને ગ્રાહકોને સમયસર સેવા પૂરી પાડે એવી લોક માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application