વાંસજાળીયા બેન્ક શાખાના કેશીયર સામે 34.45 લાખની ઉચાપત આચયર્નિી ફરીયાદ

  • November 07, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિજોરીની ચાવી મેળવીને ગત મહીનાઓમાં રકમ ઉપાડી : અંગત કામ માટે લઇ જતા મામલો પોલીસમાં પહોચ્યો : બેન્ક વર્તુળોમાં ચકચાર



જામનગર ડીસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વાંસજાળીયા શાખાના કેશીયરે તિજોરીની ચાવી મેળવીને ગત મહીનાઓમાં 34.45 લાખની રકમ ઉપાડી લઇને પોતાના અંગત કામ માટે બેન્કમાંથી લઇ જતા અને આ અંગેનો મામલો સામે આવતા કેશીયર વિરુઘ્ધ ઉચાપતની ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, મામલો સામે આવતા બેન્ક વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.


લાલપુરના નવી પ્રાંત કચેરી સામે મધુરમ એવન્યુ ખાતે રહેતા રાહુલ હસમુખભાઇ પંડયા જેઓ ધી. જામનગર ડીસ્ટ્રીક કો.ઓપ. બેન્ક લીમીટેડની જામજોધપુર તાલુકાના વાંસજાળીયા શાખામાં ગત તા. 23-10-24થી કાર્યકારી મેનેજર તરીકે નોકરી કરતા હોય અને તેમની સાથે આ કામના આરોપી ધવલ સાદરીયા કેશીયર તરીકે નોકરી કરતા હતા.


દરમ્યાનમાં ગત તા. 23-10-24થી તા. 28-10-24ના સમય દરમ્યાન બેન્કના કામકાજના દિવસોમાં આરોપીએ ફરીયાદીને વિશ્ર્વાસ-ભરોસો આપીને ફરીયાદી પાસેથી બેન્કની તિજોરીની ચાવી મેળવી લીધી હતી અને ગત તા. 23-10-24 થી 28ના સમયગાળા સુધીમાં બેન્કની કેશ સમરીમાં ફરીયાદીની સહીઓ કરીને બેન્કની સિલક તરીકે રહેતી રોકડમાંથી ા. 34.45 લાખ ઉપાડી લઇ પોતાના અંગત કામ માટે બેન્કમાંથી લઇ ગયા હતા આમ ફરીયાદી તથા જામનગર ડીસ્ટ્રીક કો.ઓપ. બેન્ક ખાતે વિશ્ર્વાસઘાત કરી બેન્કના નાણાની ઉચાપત આચરી હતી.

આ મામલો સામે આવતા વાંસજાળીયા શાખાના કાર્યકારી મેનેજર રાહુલભાઇ પંડયા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રાહુલભાઇ દ્વારા ઉપરોકત વિગતોના આધારે શાખાના કેશીયર ધવલ મનસુખ સાદરીયાની વિરુઘ્ધ બીએનએસ કલમ 316(5) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ ઓડેદરા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application