જામનગરમાં વૃઘ્ધ માતા-પિતાને મારકુટ કર્યાની પુત્ર સામે ફરિયાદ

  • February 06, 2026 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના સિઘ્ધાર્થનગર શેરી નં. ૨ વિસ્તારમાં વૃઘ્ધ માતા-પિતાને પૈસાની માંગણી કરીને મારકુટ કર્યાની પુત્ર સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.


જામનગરના હરીયા કોલેજ રોડ, સિઘ્ધાર્થનગર શેરી નં. ૨ ખાતે રહેતા નિવૃત જીવન જીવતા ભરત સામતભાઇ સોંદરવા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધે સીટી-સી ડીવીઝનમાં સિઘ્ધાર્થનગર શેરી નં. ૨ ખાતે રહેતા રાજેશ ભરતભાઇ સોંદરવા (ઉ.વ. ૪૦)ની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે. 
​​​​​​​

જેમા જણાવ્યુ છે કે ગત તા. ૪ના રોજ ફરીયાદી ભરતભાઇ તથા તેમના પત્ની લક્ષમીબેન પોતાના ઘરે હતા ત્યારે તેનો પુત્ર રાજેશે ત્યા આવીને અપશબ્દો બોલી ઝાપટ ઝીંકી દીધી હતી અને ઝપાઝપી ઝઘડો કરી મારકુટ કરી હતી તેમજ ફરીયાદી પાસે પૈસાની માંગણી કરીને ધમકી દીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application