રાજકોટમાં વોર્ડ નં. 15માં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20ની અટકાયત, જાણો કારણ

  • April 26, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકશાહીના પર્વ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શહેરના વોર્ડ નં.૧૫ દુધસાગર રોડ પર કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી અને કાર્યકર સહિત ૨૦ લોકોની અટકાયત કરી હતી. જેને લઇ આ વિસ્તારમાં રાજકારણ ગરમાયુ હતું. 


સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગમાં કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. 


દરમિયાન શહેરના વોર્ડ નં.૧૫ માં દુઘસાગર રોડ પર કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી તથા તેમના કાર્યકરો મતદાન બુથની ૧૦૦ મીટર ત્રીજયામાં ચૂંટણી પ્રચાર કરતા હોવાની ફરિયાદ પોલીસને મળતા એસીપી ક્રાઇમ બી.બી.બસીયા, એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. અહીં આવી સ્થિતિની ખરાઇ કર્યા બાદ પોલીસને ફરિયાદમાં તથ્ય જણાતા મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રીજયામાં મતદાન કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી અને ૨૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application