નજીવી બાબતે ટોમી, પાઇપ, લાકડી વડે હુમલા કરાયા : ચારને ઇજા
જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે બે દિવસ પહેલા સાંજના સુમારે વાહન ઓવરટેક કરવાના મુદે બબાલ થઇ હતી, દરમ્યાનમાં એકબીજાને માર માયર્નિી સામસામી ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને પક્ષની ફરીયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામજોધપુરમાં સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રહેતા માણશી રાયદેભાઇ સંધીયા (ઉ.વ.55) નામના પ્રૌઢએ ગઇકાલે હમીર લખુ મુંગાણીયા, નાગા લખુ મુંગાણીયા, કિશોર લખુભાઇ, ધવલ નાગા મુંગાણીયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
ગામના મીની બસ સ્ટેન્ડ પાસે બે આરોપીઓએ ફરીયાદી માણશીભાઇને પગમાં ટોમી વડે માર મારીને ફ્રેકચર કર્યુ હતું તેમજ ફરીયાદી તથા સાહેદને લાકડીઓ વડે મુંઢ માર માર્યો હતો, આરોપીઓ દ્વારા અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પરિવારને મારી નાખવાની ધમકી દીધી હતી.
સામા પક્ષે જામજોધપુરના સ્વામીનારાયણ મંદિરની પાછળ રહેતા ડ્રાઇવીંગ કરતા કિશોર લખુભાઇ મોવાણીયા (ઉ.વ.34) નામના યુવાનને હાથની આંગળીમાં પાઇપ મારીને ફ્રેકચર કરેલ તથા સાહેદને લાકડી વડે માર મારી માથાના અને કોણીના ભાગે ઇજા પહોચાડેલ ઉપરાંત ફરીયાદી તથા સાહેદને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આરોપીઓ દ્વારા હુમલો કરીને ફરીયાદી તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ અંગે કિશોરભાઇ મોવાણીયા દ્વારા જામજોધપુરમાં રહેતા રાજા માણશી સંધીયા, વિશાલ હમીર સંધીયા, કરશન માણશી સંધીયા અને માણશી રાયદે સંધીયા આ ચારની વિરુઘ્ધ અલગ અલગ કલમ મુજબ ફરીયાદ કરવામાં આવી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech