જામનગરમાં પરપ્રાંતિય પરિવારો દ્વારા છઠ મૈયા પર્વની ધામધૂમથી ઉજવણી

  • November 08, 2024 11:24 AM 

યુપી-બિહારના લોકોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો


જામનગર શહેરના વોર્ડ નંબર છમાં ગઈકાલે છઠ પૂજાની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પર્વમાં યુપી-બિહારના લોકોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. મહિલાઓએ ચાર દિવસના કઠોર ઉપવાસ પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને પૂજા અર્ચના કરી હતી.


છઠ પૂજા સૂર્યદેવ અને છઠ્ઠી માતાને સમર્પિત એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દિવાળીના છ દિવસ પછી ઉજવવામાં આવે છે. આમાં વ્રતધારી મહિલાઓ નદીમાં કમર-ઊંડા પાણીમાં ડૂબકી લગાવે છે, અને અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે, છઠ પૂજામાં મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપે છે. આ ઉપવાસ 36 કલાક સુધી ચાલે છે. છઠ પૂજામાં સૂર્ય, જળ અને વાયુ ત્રણેય તત્વોની પૂજા કરવામાં આવે છે.


છઠ પૂજાનું મહત્વ અપાર છે. આ તહેવાર પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનું પ્રતિક છે. સૂર્યદેવને જીવનદાતા માનવામાં આવે છે અને છઠ્ઠી માતાને બાળકોની દેવી માનવામાં આવે છે. છઠ પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે. આ ઉપરાંત, સમાજમાં એકતા અને ભાઈચારો વધારવામાં પણ છઠ પૂજાનું મહત્વનું યોગદાન છે, જામનગરમાં યોજાયેલી છઠ પૂજામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો ઉમટી પડ્યા હતા. આ તહેવાર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application