કેમિકલ ચોરીનો પર્દાફાશ: ૮૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે

  • February 13, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ હાઈવે પર દરોડો પાડી ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યેા હતો. એસ.એમ.સી.ની ટીમે . ૩૩.૪૯ લાખની કિંમતનું કેમિકલ ટેકન્કર અને પીકઅપ વાહન સહિત બે વાહનો, મોબાઇલ, રોકડ અને બેરેલ સહિત ૮૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. કેમિકલ ચોરીના આ કારસ્તાનમાં પોલીસે ચાર શખસોને ઝડપી લીધા હતા. યારે સાત શખસોને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એન.ગોહિલ તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ધાંગધ્રા બાયપાસ હાઈવે પર રામાપીર મંદિર નજીકથી એસ.એમ.સી.ની ટીમે ટેન્કરમાંથી થઈ રહેલી કેમિકલ ચોરીના કારસ્તાનને ઝડપી લીધું હતું. પોલીસે દરોડા દરમિયાન અહીંથી ટેન્કરમાં રાખેલ ૩૦ હજાર કિલો કેમિકલ કિં. પિયા ૩૩.૩૦ લાખ તથા કેરબામાં રહેલ ૧૭૫ કિલો કેમિકલ કિં. પિયા ૧૯,૪૨૫ સહિત કુલ પિયા ૩૩.૪૯ લાખની કિંમતનું કેમિકલ કબજે કયુ હતું. આ ઉપરાંત ટેન્કર સહિત બે વાહન ચાર મોબાઇલ રોકડ, ૩૫ બેરલ, ૨૦ કેરબા, કેમિકલ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વીજ મોટર, ચાર પાઇપ સહિત કુલ પિયા ૮૩,૮૯,૦૭૫ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે દરોડા દરમિયાન ચાર આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં રમેશ કુરજીભાઈ મીણા(ઉ.વ ૫૦), રાકેશ હીરાલાલ મીણા(ઉ.વ ૨૭), રમેશ મોહનભાઈ મીણા(ઉ.વ ૪૦ રહે. ત્રણેય હાલ, ધાંગધ્રા, મૂળ, રાજસ્થાન) તથા સાવન ધનજીભાઈ રાજગોર (રહે. આદિપુર, અંજાર, કચ્છ)ને ઝડપી લીધા હતા.
પોલીસની તપાસમાં અહીં ટેન્કરમાંથી મોટર મારફત કેરબામાં કેમિકલ કાઢી લઈ કેમિકલ ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું હતું. આ કેમિકલ ચોરીમાં સાત શખસોના નામ ખુલ્યા છે. જેમાં ધ્રાંગધ્રાના યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા, શૈલેષ પટેલ, મોબાઈલ નંબર ૯૯૨૪૧ ૩૮૪૦૩ નો ધારક, રાહત્પલ, જીવો (રહે ધ્રાંગધ્રા, મૂળ, રાજસ્થાન) અને ચીકુ (રહે હાલ ધ્રાંગધ્રા મૂળ રાજસ્થાન) તથા આઇસર ટેન્કર ન.ં જીજે ૧૨ સીટી ૫૭૫૫ ના ચાલક સહિત આ સાતેય શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application