જામનગરમાં કેટરર્સના ધંધાર્થી સાથે 6 લાખની છેતરપીંડી

  • November 13, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવેમાં ટેન્ડર ભરવા માટે કેટરર્સ પાસેથી ગોલ્ડ લોનથી નાણાં મેળવ્યા : શખ્સે રૂપીયા પરત નહી આપી ઠગાઇ કરી


જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા એક પરપ્રાંતિય આધેડ જામનગરના શખ્સની જાળમાં ફસાયા છે અને રેલવેમાં ટેન્ડર ભરવાના બહાને ગોલ્ડ લોન મારફતે 6 લાખ મેળવી લીધા બાદ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કયર્નિી ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા મૂળ કેરળ રાજ્યના વતની સુરેસ ભાસ્કરન નામના 56 વર્ષના કેટરર્સ આધેડે જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ વાળા નામના કુંડાળીયા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુરેશભાઈ પાસેથી આરોપી વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂપિયા 6 લાખ માંગ્યા હતા, તે 6 લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી.   જામનગરમાં ડીકેવી કોલેજ રોડ પર આવેલી એક ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી આપી હતી. દરમ્યાનમાં ટેન્ડરમાં નામ નહી આવતા આરોપી પાસેથી પીયા પરત માગ્યા હતા.


જેના ત્રણેક મહિનામાં 6 લાખ રૂપિયા ચૂકવી દેવાનું વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રૂપિયા પરત આપ્યા ન હતા, અને ફરીયાદી સુરેશ ભાસ્કરને આરોપી વિજયસિંહ વાળાની તપાસ કરાવતાં ઉપરોક્ત વ્યક્તિ કુંડાળીયો હોવાનું અને અન્ય લોકોને પણ પોતાની સાથે ચીટીંગ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


આથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિજયસિંહ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઈ., એસ.આર. ચાવડાએ આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application