તાજેતરમાં મંજુર કરેલા બજેટમાં મહાપાલિકાએ હવેથી રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમને ક્રિકેટ સિવાયના હેતુઓ માટે પણ કોમર્શિયલી ભાડે આપવા નિર્ણય કરતા આ નિર્ણયના વિરોધમાં આજે વિપક્ષ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને મેરેજ ફંકશન મ્યુઝિકલ ઇવેન્ટ અને અવર્ચિીન રસોત્સવ જેવા કાર્યક્રમો માટે ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાથી પીચ અને પેવેલીયનની પથારી ફરી જાય તેમ હોય આ નિર્ણય રદ કરવા માંગ ઉઠાવી છે. ફક્ત ક્રિકેટના હેતુ માટે જ સ્ટેડિયમ અપાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા પત્રમાં મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે, આગામી વર્ષ 2025-2026ના મંજુર બજેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચ બોજને પહોંચી વળવા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે મહાનગરપાલિકાને આત્મનિર્ભર બનાવવા માટે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવા નિર્ણય કર્યો છે તે નિર્ણય રદ કરવા વિપક્ષની માંગણી છે.
વધુમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન અધ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે તો આ સ્ટેડિયમને ક્રિકેટ સિવાય અન્ય રમતગમત ટુનર્મિેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડિયારાસ, મ્યુઝિકલ નાઇટ, નવરાત્રીમાં અવર્ચિીન રસોત્સવ સહિતના કોમર્શિયલ હેતુ માટે ભાડે આપી અંદાજે રૂ.એક કરોડની કમાણી કરવાનું જે આયોજન છે તેમાં એક કરોડની આવક કરતા નુકસાની-જાવક વધારે રહેશે કારણ કે આ ગ્રાઉન્ડએ ફક્ત ક્રિકેટના હેતુ માટે બનાવેલ છે ત્યારે આ ગ્રાઉન્ડમાં અન્ય સમારંભો થાય તો ક્રિકેટની પીચ, ગ્રાઉન્ડ, પેવેલિયનમાં મંડપ કે અન્ય માંચડાઓ ફિટ થાય તો ગ્રાઉન્ડમાં ખાડાઓના પગલે ખેલાડીઓને ઇજા થવાની શક્યતા હોય અને ગ્રાઉન્ડમાં નુકસાની થાય તેમ હોવાને પગલે ક્રિકેટ સિવાયના અન્ય હેતુઓ માટે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાનો નિર્ણય રદ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 06:32 PMજામનગરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બઘડાટી : ઘર સળગાવવાનો પ્રયાસ
February 13, 2025 06:11 PMદુનિયાના આ દેશોમાં નથી ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે!
February 13, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech