ન્યારામાં સરકારી જમીન પર ક્રિકેટના મેદાન બનાવી ભાડે દેવાનો ધંધો: બુલડોઝર ફેરવાયું

  • January 06, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લ ા કલેકટરનું બુલડોઝર દબાણકારો સામે દોડતું રહ્યું છે. આજે પડધરીના ન્યારા સર્વે નં.૨૧૪ની સરકારી જમીન પરના દબાણો તોડી પાડી પડધરી મામલતદારની ટીમે ૩૦ કરોડની જમીન ખુલ્લ ી કરાવી છે.
પડધરીના ન્યારા ગામની સરકારી ખરાબાની સર્વે નં.૨૧૪ની જમીન પૈકીની છ એકર જમીન પર લેવલીંગ કરી ફેન્સીંગ કરી લેવાઈ હતી અને ક્રિકેટ પીચ સાથેનું મેદાન બનાવી લેવાયું હતું. પ્રોફેશ્નલ રીતે પીચ સાથેનું તૈયાર કરેલું ગ્રાઉન્ડ ભાડે પણ અપાતું હતું. દબાણ બાબતે પડધરી મામલતદાર દ્રારા નોટીસ આપી હતી. છતાં દબાણ દુર કરાયું ન હતું.
દબાણ હટાવવા માટે આજે પડધરી મામલતદાર કેતન સખીયા અને પુરી ટીમ બુલડોઝર જેસીબી ટ્રેકટર અને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ સ્થળ પર પહોંચી હતી. સિમેન્ટના પોલ અને લોખડં વાયરથી ઉભી કરાયેલી ફેન્સીંગ તોડી પાડી હતી. તેમજ અંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું હતું. એ ક્રિકેટ પીચ પણ જેસીબીથી ખોદી નાખવામાં આવી હતી.
આજે ૩૦ કરોડની કિંમતની છ એકર જેટલી જમીન પરનું દબાણ હટાવાયંું હતું. સરકારી જમીન લેવલીંગ કરીને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ક્રિકેટ મેચ માટે કે પુરી ટુર્નામેન્ટમાં ક્રિકેટ શોખીનોને ગ્રાઉન્ડ ભાડે અપાતા હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application