જામનગરમાં લાંચિયો જમાદાર ઝડપાયો.... 15000 ની લાંચ લેતા એસીબીના છટકામાં આવ્યો

  • April 13, 2024 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લાંચિયો જમાદાર ઝડપાયો.... 15000 ની લાંચ લેતા એસીબીના છટકામાં આવ્યો


જામનગરમાં જમાદાર ₹15,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.... ફરિયાદી પાસે પૈસા હતા નહીં એટલે એમને એસીબીમાં જાણ કરી હતી અને એસીબી દ્વારા રામેશ્વરનગરમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જ્યાં જમાદાર રંગે હાથે 15000 રૂપિયા લેતા ઝડપાયા છે

ફરિયાદીના સબંધીને આરોપીએ અગાઉ દારૂની એક બોટલ સાથે પકડેલ જે અન્વયે આરોપી ફરીયાદીને મળેલ અને કહેલ કે, તમારા સબંધીના કેસમાં વહીવટના  રૂા.૧૫,૦૦૦/- આપવા પડશે તેમ કહેતા ફરીયાદીએ પોતાની પાસે સગવડતા ન હોય તેવુ જણાવતા આરોપીએ તેના બદલે ઘઉં તથા જીરાની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ આરોપીને તમારી રીતે ઘઉં લઇ લેવા જણાવતા આરોપીએ  રૂ.૧૫,૦૦૦/- ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા જે અન્વયે  એસીબી એ લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન  આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂપિયા ૧૫,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પરથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News