પરિવારને પણ માર માર્યાની યોગેશ્ર્વરનગરના શખ્સ સામે ફરિયાદ
જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં એક રહેતા એક શખ્સે પોતાના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે કચરો ફેકવા ગઈ હતી, તેના પર નિર્લજ્જ હુમલો કર્યો હતો, જયારે તેના પરિવારના સભ્યોને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા અજય દ્વારકાદાસ ગોંડલીયા ઉર્ફે અજલો બાવો નામના શખ્સે તેના પાડોશમાં જ રહેતી એક યુવતી, કે જે ઘર પાસે કચરો ફેંકવા ગઈ હતી, જે દરમિયાન તેણીના પીઠના ભાગે હાથ ફેરવી, તેણીના વાળ ખેંચીને નિર્લજ્જ હુમલો કર્યો હતો.
ત્યારબાદ તેણીના ઘેર હાજર રહેલા કુટુંબી જેઠ અને તેની પત્ની તથા તેની પુત્રી કે જેને માથામાં પ્લાસ્ટિકનો પાઇપ મારી ધમકી આપી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, દરમ્યાનમાં આરોપી અજલા બાવા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૩૫૪ -એ, ૩૨૩, ૫૦૪ તથા જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે આ વિસ્તારમાં ચકચાર જગાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફલાવર બેડ: બિલ્ડર્સ બેન્ડ, વિકાસનો એન્ડ
December 28, 2024 02:23 PMથર્ટી ફસ્ર્ટ નાઇટની ઇવેન્ટસ માટે ફાયર એનઓસી મેળવવા ફકત એક અરજી
December 28, 2024 02:20 PMજસદણના વિરનગર ગામે ખેડુતોનો વિરોધ
December 28, 2024 02:02 PMસુરેન્દ્રનગરમાં પાટડીમાં લૂંટારાઓએ વૃદ્ધાની હત્યા કરી, કાન કાપી સોનાના દાગીના લૂંટી ફરાર
December 28, 2024 01:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech