અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત

  • May 16, 2025 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચકચારી બનેલા રીબડાનાં અમિત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટનાં અત્રેની કોર્ટ દ્રારા જામીન મંજુર થતા જેલ મુકત થયા હતા. રીબડાનાં અમિત ખુંટ આપઘાતની ઘટનામાં એડવોકેટ ગોંડલનાં દિનેશ પાતર તથા સંજય પંડીતના જામીન અંગે અત્રેની એડી.સેસન્સ જજની કોર્ટમાં સુનવણી હાથ ધરાતા કોર્ટ દ્રારા બન્નેનાં જામીન મંજુર કર્યા હતા. સંજય પંડીત એડવોકેટ હોય જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્રારા તેમણે દલીલ કરી હતી. જામીન મુકત થયા બાદ તેમને ખોટી રીતે ફસાવી દેવાયા હોવાના આક્ષેપ કર્યા હતાં. અમિત ખુંટની સુસાઇડનોટમાં પુજા રાજગોર નો ઉલ્લ ેખ હોય પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા પુજા રાજગોરે જણાવેલ કે એક વ્યકિતે પોતાની પાસે આવી જણાવેલ કે તમારે રીબડાના  અમિત ખુંટ સાથે સોશ્યલ મીડીયાનાં માધ્યમથી મિત્રતા કેળવી તેની સાથે શરીર સંબધં બાંધી ખોટી બળાત્કારની  ફરીયાદ કરવાની છે. તમારી  લાઇફ બની જશે. ફરીયાદનાં સમયે મારા વકીલો દિનેશ પાતર તથા સંજય પંડીત જેઓને તમામ વિગતની ખબર છે. તેઓ શઆતથી અતં સુધી તમારી સાથે રહેશે. તેઓ જે રીતે કહે તે રીતે તમારે ફરીયાદ લખાવવાની છે. પુજા રાજગોરની કબુલાત બાદ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.
જામીન પર મુકત થયેલા એડવોકેટ સંજય પંડીતે આ પ્રકરણમાં પોલીસે રાજકિય ઇશારે અમને ફસાવ્યાનો આક્ષેપ કર્પેા હતો. વધુમાં જયરાજસિહ તથા તેનાં મળતીયાઓ સામે કેસ લડા હોય તેનો પણ ખાર રખાયો હોવાનુ જણાવ્યુ હતું. તેમણે કહ્યુ કે પોલીસે કોઇ પણ જાતની તપાસ કે પુરાવા વગર કાચુ કાપી અમારી ધરપકડ કરી છે. ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય અમારી કોઈ ભુમિકા નથી.
તપાસમાં જુનાગઢનાં રહીમ મકરાણીને અમે જાણતા નથી કે કયારેય સંપર્ક પણ થયો નથી. વધુમાં તપાસ કરનાર એજન્સીએ પુજા રાજગોરની અટકનો સમય સાંજે પોણા સાતનો દર્શાવ્યો છે. વાસ્તવમાં કોઈ મહીલાની સાંજનાં છ પછી અટક કરવી હોય તો મેજીસ્ટ્રેટની મંજુરી લેવી પડે પણ તપાસ એજન્સીએ આવી કોઈ પ્રક્રિયા કરી નથી. સંજય પંડીતે જણાવ્યું કે તપાસ એજન્સીએ ગેરરીતી આચરી છે. અમને સાક્ષી બનાવવાનાં બદલે આરોપી બનાવી દેવાયા છે.આ અંગે આગામી સમયમાં અમે અદાલતનાં દ્રાર ખખડાવીશુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application