સ્વ. બકુલસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જામનગર નજીકના વાણિયાગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

  • March 07, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રક્તદાનને સાંપ્રત સમયનું સૌથી મોટું દાન ગણવામાં આવે છે. કારણ કે રક્તદાન એ કોઈ પણ મહામૂલી માનવ જિંદગી બચાવવામાં સૌથી મોટું યોગદાન આપતું હોય છે. જેને ધ્યાને લઇ

રક્તદાનને સાંપ્રત સમયનું સૌથી મોટું દાન ગણવામાં આવે છે. કારણ કે રક્તદાન એ કોઈ પણ મહામૂલી માનવ જિંદગી બચાવવામાં સૌથી મોટું યોગદાન આપતું હોય છે. જેને ધ્યાને લઇ સ્વ. બકુલસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જામનગર નજીકના વાણિયાગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આવતીકાલે તા. 8 માર્ચને શનિવારના રોજ કેમ્પ યોજાશે. 

સત્કાર્યમાં જેઓએ પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધુ તેવા સ્વ. બકુલસિંહ જાડેજાની પુણ્યતિથિને સમાજ સેવાના કાર્યક્રમ થકી ઉજવવાનો પરિવારજનો દ્વારા નિર્ધાર કરાયા બાદ માનવજાતની મહાન સેવા સમાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.  શનિવારે જામનગરના વાણિયાગામને આંગણે રક્તદાન કેમ્પ યોજાશે. સવારે 8:00 વાગ્યાથી લઈ સાંજે 5:00 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ધમધમ છે. આ અવસરે આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદ મહારાજ શ્રી તથા સ્વામિનારાયણના સંપ્રદાયના પૂ. ચત્રભુજદાસજી મહારાજશ્રી આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપી કાર્યક્રમને દીપાવશે.

સત્કાર્યના આ પવિત્ર અવસરે યુવાનોએ ઉમટી પડી રક્તદાન કરવા માટે જામનગર જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ગીરીરાજસિંહ બકુલ સિંહ જાડેજા (રામભાઈ મો.9375511111) દ્વારા અનુરોધ કરાયો છે.

છે. આવતીકાલે તા. 8 માર્ચને શનિવારના રોજ કેમ્પ યોજાશે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application