રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચેની જોરદાર ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકોમાં માતા-પુત્રી, પતિ-પત્ની સહિત એક જ પરિવારના 6 સભ્યોનો સમાવેશ થાય છે. આ પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા ટ્રકે તેમના સપના રોળી નાખ્યા.
અકસ્માતમાં મૃત્યુ પામનારની વિગતો:
યુવરાજ નકુમ (ઉં.વ.27)
વેદાંશી સાગર સોલંકી (1 વર્ષ)
ભૂમિ રાજુ નકુમ (ઉં.વ.35)
શીતલ યુવરાજ સોલંકી (ઉં.વ.29)
શારદાબેન નકુમ (ઉં.વ.50)
નંદની સાગર સોલંકી (ઉં.વ.25)
આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માતને કારણે હાઈવે પર 7થી 8 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
અકસ્માતનું કારણ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત સ્થળે ડિવાઈડર હોવાથી ટ્રક ચાલકે અન્ય ટ્રકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોટીલા પાસે માલીયાસણ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા જામનગરના ત્રણ લોકોના મોત
February 26, 2025 12:35 PMમહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં મહાકાલને ભસ્મ આરતી ઉતારાઇ, વીડિયો જોઇ કરો આજના દર્શન
February 26, 2025 12:12 PMઆજનું રાશિફળ: મહાશિવરાત્રી પર આ રાશિના લોકોને મળશે સારા સમાચાર, જોખમ લેવાનું ટાળો, સતર્ક રહેવું
February 26, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech