બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક ગુરુવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચેની જોરદાર ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે બોલેરોનાં પતરાં તોડવા પડ્યા હતા અને JCBની મદદ લેવાઈ હતી.
મૃતકોની વિગતો:
દિલીપ મુંગળા ખોળટીયા (ઉં.વ. 32)
મેવલીબેન દિલીપભાઈ ખોળટીયા (ઉં.વ. 28)
રોહિત દિલીપભાઈ ખોળટીયા (ઉં.વ. 6)
ઋત્વિક દિલીપભાઈ ખોળટીયા (ઉં.વ. 3)
સુંદરીબેન ભગાભાઈ સોલંકી (ઉં.વ. 60)
અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. પરમારે જણાવ્યું હતું કે તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના વતની છે.
ઘટનાસ્થળે અફરાતફરી:
અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડેપગે થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં વડાપ્રધાનના સંભવતઃ પ્રવાસને લઈને તૈયારીઓ પૂરજોશમાં
February 28, 2025 11:40 AMજામનગર : શંકર ટેકરી માં હિન્દુ સેનાની ભવ્ય શિવ શોભાયાત્રા નીકળી
February 28, 2025 11:36 AMપ્રીતિ ઝિન્ટા કેરળ કોંગ્રેસ પર વરસી પડી
February 28, 2025 11:36 AMઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેન દંપતીની લાશ ઘરમાંથી મળી
February 28, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech