જામનગર : શંકર ટેકરી માં હિન્દુ સેનાની ભવ્ય શિવ શોભાયાત્રા નીકળી

  • February 28, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના અજય મેરુ શહેરમાં 800 વર્ષથી પણ વધુ પુરાણા શ્રી સંકટ મોચન મહાદેવ ના શિવલિંગ તેમજ બાળ હિંદુ સેનાના વીરભદ્ર તથા યુવા સૈનિક ના પીઠ પર સંકટમોચન મહાદેવનું મંદિર ચિત્રેલ શોભાયાત્રા નું આકર્ષણનું કેન્દ્ર બન્યું.


જામનગરમાં દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તારમાં સપ્તેશ્વર મહાદેવ શંકરના મંદિર ખાતેથી હિન્દુ સેના દ્વારા ડીજે સાથે રાજસ્થાનના અજયમેરુ માં આવેલ 800 વર્ષથી પણ વધુ પુરાણા સંકટ મોચન મહાદેવ શિવલિંગ રથને શિવરાત્રી દરમિયાન બપોરે 1:00 વાગ્યે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તથા બી.જે.પી. ના કોર્પોરેટર જયંતીભાઈ ગોહિલ તેમજ કોર્પોરેટર હર્ષાબા પી. જાડેજા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરી ના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી. આ વિસ્તારને "બમ બમ બોલે... હર હર મહાદેવ"ના નાદથી શિવમય બનાવી દીધેલ હતો.


 શંકર ટેકરી વિસ્તારમાં શંકરટેકરી બાળ હિન્દુ સેનાના સૈનિકો દ્વારા એક રેકડીમાં વીરભદ્રનું રૂપ લઈ મુખ્ય માર્ગોમાં સાથે ફરી અને બપોરથી રાત્રિ દરમિયાન સિદ્ધનાથથી મુખ્ય શોભા યાત્રામાં પણ બંને રથો જોડાયા હતા. બાળ હિંદુસેના ના નાની ઉંમરના પાંચ વર્ષથી પણ નાના વીરભદ્ર સ્વરૂપનું રૂપ લઈ શણગાર સાથે રેકડીમાં યાત્રા દરમિયાન ફર્યા જે સંકટ ટેકરી વિસ્તાર તેમજ મુખ્ય રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું એટલું જ નહીં,  બાળ વીરભદ્રના સ્વરૂપ સાથે મોબાઇલમાં સેલ્ફી જોન બની ગયો હતો. સાથોસાથ યુવા સૈનિક ગૌરાંગ ભોજવાણી ના પીઠ પર શ્રી સંકટમોચન મહાદેવ ના મંદિર નું ડ્રોઈંગ કરેલ હતું જે પુરા રસ્તા પર ધૂમ મચાવી રહ્યું હતું.


શંકર ટેકરી રથપ્રસ્થાન વખતે આ વિસ્તારના આગેવાન અભયસંગભાઈ જાડેજા, બાલુભા જાડેજા, સિધ્ધરાજસિંહ રાઠોડ, જીગ્નેશ વશિયર સહિત અનેક આગેવાનો દ્વારા  સ્વાગત કરાયું હતું. શરૂઆતમાં મંદિરના જ વિસ્તારના મુન્નાભાઈ વશિયર,  ધર્મેન્દ્રભાઈ ગંઢા દ્વારા ઠંડા પ્રસાદીનું આયોજન કરેલ તેમજ રસ્તામાં જયસિંહ જાડેજા દ્વારા ડીજે પર ભોલેબાબા ના ગીતોથી સ્વાગત કર્યું, આગળ જતાં વિજય કોળી અને તેમની ટીમ દ્વારા ઠંડાપીણાનો કેમ્પ તેમજ પ્રસાદીનું આયોજન કરેલ ત્યારબાદ આગળ વધતા પાણીનો ટાંકો ભાણુભા ના ચોકમાં પણ પ્રસાદી સાથે ભવ્ય સન્માન થયું હતું અને અંતમાં શુભાસપરા શેરી નંબર એક ખાતે શોભા યાત્રા નું સ્વાગત તેમજ સૂકી ભાજીનું આયોજન હિન્દુ સેના શહેર પ્રમુખ દીપકભાઈ પિલ્લાઈ અને તેમની ટીમ દ્વારા થયેલ હતું.


 
આ યાત્રા માં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં  કુલદીપ પંડ્યા, ભાવેશ ત્રિપલાણીના માં મોગલ  ડીજે પર હિન્દુ સેનાના સૈનિકોએ તલવારબાજી તેમજ હિન્દુ સેનાની બહેનોએ રાસ ગરબા થી વાતાવરણ શિવમય બનાવી દીધું હતું.

​​​​​​​

 સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન સીટી સી ના પીઆઇ ના માર્ગદર્શનથી ઉદ્યોગ ચોકીના પીએસઆઇ આર.ડી ગોહિલ સાહેબ અને તેમની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો. શોભાયાત્રાના આયોજક હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, સહઆયોજક વિપુલ પરમાર, શંકર ટેકરી હિન્દુ સેનાના વ્યવસ્થા સમિતિના કન્વીનર મયુર ચંદન, સહ કન્વીનર હર્ષ ભાનુશાલી, મંથન અઘેરા,અને દિવ્યરાજસિંહ રાણા, રામુ મદ્રાસી, ધીરેન નંદા, ગુંજ કાર્યા, તુષાર ફલિયા, જતીન ઠાકોર, પાર્થ ગોસ્વામી, રાહુલ નંદા,રવિ લાખાણી, દેવેસ શર્મા સાહિલ સોલંકી નિલેશ વડગામા,  મનોજ જ્ઞાનચંદાણી સહિતના અનેક સૈનિકોએ કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application