રીક્ષામાં હવા પુરાવવા નીકળી ચકકર મારતા સર્જાયો અકસ્માત
કાલાવડ તાલુકાના રાજસ્થળી ચાપડા તરફના રોડ પર ગઇકાલે બપોરે ઓટો રીક્ષાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવીને પલ્ટી ખવડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં તણનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું, રીક્ષામાં હવા ભરાવવા નીકળ્યા બાદ ચકકર મારતી વેળાએ બનાવ બન્યો હતો.
રાજકોટના કાલાવડ રોડ, ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય ૭૯ ખાતે રહેતા વિજય સામજીભાઇ મકવાણા (ઉ.વ.૪૫) એ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રાજસ્થળી ગામના વિવેક હસમુખ મુછડીયા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદીના પુત્ર માનવ તથા ફરીયાદીના સાળાનો દિકરો વિવેક ગઇકાલે બપોરના એકાદ વાગ્યાના સુમારે ઓટો રીક્ષા નં. જીજે૩સીટી-૦૭૩૫ લઇને રાજસ્થળી ગામમાં હવા પુરાવવા માટે નીકળ્યા હતા બાદમાં આ બંને રીક્ષાની ચકકર મારવા માટે ગયા હતા.
રીક્ષા વિવેક ચલાવતો હોય અને રાજસ્થળી ગામથી ચાપડા ગામ બાજુ આશરે એકાદ કીમી દુર પહોચતા આરોપીએ રીક્ષાને પુરઝડપે અને બેદરકારીથી ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડની નીચે ઉતરીને પલ્ટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં ફરીયાદીના પુત્ર માનવને માથા, મોઢા અને ગળાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ થયુ હતું બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ફરીયાદ આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
***
ખંભાળિયા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ખંભાળિયાથી આશરે ૧૦ કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા માર્ગે જી.જે. ૧૦ ક્યુ ૯૪૯૭ નંબરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા આહિર દેવાણંદભાઈ ચંદ્રવાડીયાના મોટરસાયકલ સાથે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી આવેલા આવી રહેલા જી.જે. ૧૬ એક્સ ૭૬૭૧ નંબરના એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.
જેના કારણે બાઇક ચાલક દેવાણંદભાઈ ચંદ્રવાડીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ડાડુભાઈ દેવાણંદભાઈ ચંદ્રવાડીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
ખંભાળિયા નજીક ટ્રકની હડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ખંભાળિયાથી આશરે ૧૦ કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા માર્ગે જી.જે. ૧૦ ક્યુ ૯૪૯૭ નંબરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા આહિર દેવાણંદભાઈ ચંદ્રવાડીયાના મોટરસાયકલ સાથે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી આવેલા આવી રહેલા જી.જે. ૧૬ એક્સ ૭૬૭૧ નંબરના એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.જેના કારણે બાઇક ચાલક દેવાણંદભાઈ ચંદ્રવાડીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ડાડુભાઈ દેવાણંદભાઈ ચંદ્રવાડીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech