ભાવનગર-ઓખા એકસપ્રેસ ટ્રેનનો સમય ૩૦ મેથી બદલાશે: ૨ કલાક વ્હેલી ઉપડશે

  • May 26, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરથી રાત્રીના ૧૦:૧૦ કલાકે ઉપડી ઓખા બે કલાક વ્હેલી પહોંચશે: મુસાફરોની સુવિધા અને માંગણીને અનુલક્ષીને રેલ્વે વિભાગનો નિર્ણય

ભાવનગર-ઓખા એકસપ્રેસ ટ્રેનનો સમય આગામી ૩૦ મેથી બદલાશે, આ ટ્રેન ભાવનગરથી રાત્રીના ૧૦:૧૦ કલાકે ઉપડી, બીજા દિવસે ઓખા પહેલાના સમય કરતા બે કલાક વ્હેલી પહોંચશે. મુસાફરોની સુવિધા અને માંગણીને અનુલક્ષીને રેલ્વે વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. 


રેલ્વે વિભાગ દ્વારા ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (૧૯૨૦૯) ના સમયમાં ૩૦.૦૫.૨૦૨૫થી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આગામી આદેશ સુધી, ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (૧૯૨૦૯) ભાવનગર ટર્મિનસથી ઓખા માટે ૧૦.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૧.૦૦ વાગ્યે ઓખા પહોંચશે. આમ આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ ૨ કલાક વહેલી ઓખા પહોંચશે. સુરેન્દ્રનગર જંકશન-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર જંકશન સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે.

માર્ગમાં આ ટ્રેન સુરેન્દ્રનગર જંક્શન (૧.૨૫/૧.૩૫), દિગસર (૧.૪૮/૧.૪૯), થાન જં. (૨.૧૨/૨.૧૪), દલડી (૨.૨૮/૨.૨૯), વાંકાનેર જં. (૨.૪૨/૨.૪૭), અમરસર (૨.૫૭/૨.૫૮), સિંધાવદર (૩.૦૭/૩.૦૮), કણકોટ (૩.૧૭/૩.૧૮), રાજકોટ (૩.૪૬/૩.૫૬), પડધરી (૪.૨૧/૪.૨૨), હડમતીયા જં. (૪.૪૦/૪.૪૧), જાલીયા દેવાણી (૪.૪૯/૪.૫૦), જામવંથલી (૫.૧૦/૫.૧૨), અલિયાવાડા (૫.૨૩/૫.૨૪), હાપા (૫.૪૦/૫.૫૦), જામનગર (૬.૦૨/૬.૦૭), લાખાબાવળ (૬.૨૩/૬.૨૪), પીપલી (૬.૩૪/૬.૩૫), કાનાલુસ જં. (૬.૪૪/૬.૪૬), મોડપુર (૭.૦૦/૭.૦૧), ખંભાળિયા (૭.૨૦/૭.૨૨), ભાતેલ (૭.૪૧/૭.૪૨), ભોપલકા (૭.૫૭/૭.૫૮), ભાટિયા (૮.૧૦/૮.૧૨), દ્વારકા (૯.૫૦/૯.૫૫), ભીમરાણા (૧૦.૨૩/૧૦.૨૪), મીઠાપુર (૧૦.૨૯/૧૦.૩૦) અને ઓખા (૧૧.૦૦ વાગ્યે) પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application