ભાણવડની શૈક્ષણિક સંસ્થાને રાજ્યમાં શ્રેષ્ઠ વિદ્યાનિકેતન એવોર્ડ

  • July 22, 2024 11:13 AM 

ઘુમલીના તપોવન વિશ્વ વિદ્યાલયને સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડ એનાયત


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ સ્થિત સંસ્થા તપોવન વિશ્વ વિદ્યાલય - ઘુમલીને સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ વિદ્યાનિકેતન એવોર્ડ રમેશભાઈ ઓઝા દ્વારા શનિવારે સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને ભાણવડ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા માટે ગૌરવરૂપ ગણી શકાય.


ગુરુપૂર્ણિમાના રોજ દર વર્ષે દરેક જિલ્લામાંથી શ્રેષ્ઠ શિક્ષક અને સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ વિદ્યાનિકેતનની પસંદગી શિક્ષણ વિભાગની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. જેમાં એન.સી.આર.ટી.ના નિયામક ટી.એસ. જોષી, શિક્ષણ વિભાગમાંથી અરજણભાઈ કાંગડ, શિક્ષણ વિભાગના પૂર્વ નિયામક નવીનભાઈ પંડિત, શિક્ષણ જગતના શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ, પાર્થસ પંડ્યા, રાકેશભાઈ પટેલ વિગેરે તજજ્ઞો દ્વારા જરૂરી મૂલ્યાંકન કરી, ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ ગૌરવ એવોર્ડ અને શ્રેષ્ઠ વિદ્યાનિકેતન એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે.


આ એવોર્ડ સમારોહમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સોમનાથ યુનિવર્સિટીના કુલપતિઓ, ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ, સાંસદ રામભાઈ મોકરીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સમગ્ર જિલ્લામાંથી શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application