જામનગરમાં આવેલી બેંકના એ.ટી.એમ. મશીનમાંથી નાણાં કાઢી લેવાનું કારસ્તાન

  • October 22, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલગ-અલગ બેંક ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ૨૫,૦૦૦ નું ચીટીંગ કરનારા ત્રણ ચિટર શખ્સો સામે ગુનો નોંધાયો


જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના એ.ટી.એમ. મશીનમાં થી જુદા જુદા ખાતામાં જમા પડેલી રૂપિયા ૨૫ હજારની રકમ શેરવી લેનાર ત્રણ શખ્સો સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ. ના એટીએમ મશીનમાં કોઈ ત્રણ અજાણ્યા  કૌભાંડ કર્યું હતું, અને અલગ-અલગ બેંક ખાતેદારોના ખાતામાંથી આશરે ૨૫,૦૦૦ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.


જે બનાવ અંગે બેંકના બ્રાન્ચ મેનેજર રવિભાઈ રમેશભાઈ સાપરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ આર. ડી. ગોહિલે બેંકના એ.ટી.એમ. મશીનના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે ત્રણ ચીટર શખ્સો ની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application