ભાણવડના રેસ્ક્યુઅર દ્વારા બાળ અજગરને અપાયું નવજીવન

  • August 13, 2024 11:57 AM 

તૂટેલી બોટલના ટુકડામાંથી અજગરને મુક્ત કરાયો



ભાણવડમાં વ્યાયામ શાળા નજીકના વિસ્તારમાં મોડી રાત્રે એક બાળ અજગર દેખાતા સ્થાનિકોએ તુરંત રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. રેસ્કયુ માટે આવનાર સર્પવિદ અશોકભાઈ ભટ્ટ દ્વારા આ બાળ અજગરને જોતા જ તે એક તૂટેલી પ્લાસ્ટિક બોટલનો ટુકડો શરીરના વચ્ચેના ભાગે ફસાયેલો હતો અને આના કારણે આ બાળ અજગર કેટલાક દિવસોથી કાઈ ખોરાક પણ ન લઈ શક્યો હોય અને વળી તે સરખી રીતે સરકી પણ ન શકતો હતો.


આવી દયનીય હાલતમાંથી છોડાવીને તુરત જ તેને રેસ્કયુ કરાયો હતો. ત્યાર બાદ શિવ બળદ આશ્રમ ખાતેના સારવાર કેન્દ્ર પર તેને લઈ જઈ, અક્ષય સૂચક અને મેરામણ ભરવાડની મદદથી સિફતપૂર્વક આ બાળ અજગરને પ્લાસ્ટિકની બોટલના ટુકડામાંથી મુક્ત કરાયો હતો. આ પછી તેને બરડાના કુદરતી આવાસમાં વિચરતો કરી, અને તેને નવજીવન અપાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application