ઓખા કોસ્ટગાર્ડ યુનિટ ખાતે આયુર્વેદ સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ

  • October 28, 2024 11:41 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદ ઈનોવેશન ફોર ગ્લોબલ હેલ્થની થીમ હેઠળ તાજેતરમાં ઓખા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


ઓખામાં કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિકટ (નોર્થ ગુજરાત) હેડ ક્વાર્ટર નં. 15 પર વિભાગ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ તથા કમાન્ડિંગ ઓફિસર અને તટરક્ષિકાઓ દ્વારા દેવભૂમિ દ્વારકાના આયુષના સર્વે અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક વી. શુકલ દ્વારા આયુર્વેદ દિવસ નિમિત્તે "ઇન્ટ્રોડક્શન ઓન આયુર્વેદિક બેઝિક પ્રિન્સિપલ્સ" પર પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તટરક્ષિકાના અધ્યક્ષ શ્રીમતી મહાલક્ષ્મી દ્વારા તેમના આયુર્વેદ ચિકિત્સાના અનુભવો લોકોને જણાવ્યા હતા.


આ પછી મેડિકલ કેમ્પમાં કોસ્ટ ગાર્ડ યુનિટના તટરક્ષકોએ લાભ લીધો હતો. એન્જેલા જી. કામાઈના નોંધપાત્ર પ્રતિસાદની વચ્ચે આ કેમ્પનો લાભ 104 દર્દીઓએ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા આયુર્વેદ શાખાના વૈદ્ય જિગ્ના બી. કુલર, રત્નાંગભાઈ દવે, પરેશભાઈ જેઠવા, વિશાલભાઈ કારાવદરા તથા સ્ટાફના અભિષેકભાઈ મહેતા, રક્ષાબેન જોષી, વૈશાલીબેન મહેતા અને અમિતભાઈ અગનેશીયાએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application